શનિવાર, 14 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2024 (17:09 IST)

Vinesh Phogat- તેના વાળ કપાવવા, લોહી કાઢયુ, જોગિંગ અને સાયકલ ચલાવવી, વજન ઘટાડવાના વિનેશના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.

પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યા બાદ આખો દેશ આનંદમાં હતો. વિનેશે જે રીતે ક્વાર્ટર ફાઈનલ જીતી હતી અને તેણે સેમિફાઇનલ મેચ જીતી છે તે જોઈને આખા દેશને તેની પાસેથી ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષાઓ હતી. બુધવારે વિનેશ વધારે વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. જ્યારે તેમની ગેરલાયકાતના સમાચાર આવ્યા ત્યારે આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો.

હવે એ વાત સામે આવી છે કે મેચ પહેલા મંગળવારે રાત્રે વિનેશ ફોગટનું વજન નિર્ધારિત ધોરણ કરતા બે કિલોગ્રામ વધુ હતું. તેનું વજન ઘટાડવા માટે કોચથી લઈને સપોર્ટ સ્ટાફ સુધી બધાએ આખી રાત મહેનત કરી. વિનેશના વાળ કપાવવાની સાથે તેનું લોહી પણ કાઢયુ હતું. તેણે જોગિંગ અને સાયકલીંગ પણ કર્યું હતું પરંતુ તેમ છતાં બુધવારે સવારે તેનું વજન નિયત ધોરણમાં લાવી શકાયું ન હતું. આ પછી વિનેશને નિર્ધારિત નિયમો અનુસાર સ્પર્ધા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.