ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (13:58 IST)

Olympics 2024 Day 6 Live: ભારત માટે શૂટિંગમાં આવ્યો વધુ એક મેડલ, સ્વપ્નિલે જીત્યો બ્રોન્ઝ મેડલ

olympic bronz
olympic bronz
 Olympics 2024 Day 6 Live:પેરિસ ઓલિમ્પિકના 5માં દિવસે ભારત ભલે કોઈ મેડલ જીત્યું ન હોય, પરંતુ છઠ્ઠા દિવસે 3 અલગ-અલગ ઈવેન્ટમાં મેડલ જીતવાની શાનદાર તક હશે. 1 ઓગસ્ટે ઘણા ભારતીય એથ્લેટ્સ એક્શનમાં જોવા મળશે. જેમાં સવારે 11 વાગ્યાથી કાર્યક્રમોનો પ્રારંભ થશે. આજે, જ્યારે તમામની નજર બોક્સિંગમાં નિખત ઝરીનની પ્રી-ક્વાર્ટર ફાઈનલ પર હશે, ત્યારે બેડમિન્ટનમાં રાઉન્ડ ઓફ 16ની મેચ લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય વચ્ચે રમાશે, આ સિવાય પીવી સિંધુ પણ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ટકરાશે  
 
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ત્રીજો મેડલ જીત્યો છે. શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટરમાં જીત્યો છે. રાઇફલ થ્રી પોઝિશનની મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
 

2015માં કુવૈતમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ પ્રોન 3 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ગગન નારંગ અને ચેન સિંહ જેવા મોટા શૂટરોને હરાવીને તુગલકાબાદમાં 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી છે.