1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Updated : સોમવાર, 29 જુલાઈ 2024 (13:38 IST)

Olympics Day 3 Live Update: મનુ ભાકર પાસેથી વધુ એક મેડલની આશા, મિક્સડ ટીમ ઈવેંટના ફાઈનલમાં પહોંચી

Olympics Day 3
Olympics Day 3 Live Update:  પેરિસ ઓલંપિકના બીજો દિવસ ભારત માટે ખૂબ કમાલનો રહ્યો હતો. ભારતીય એથલીટ હવે ત્રીજા દિવસે અનેક રમતોમાં પોતાની દાવેદારી રજુ કરશે. જ્યા ભારતને કેટલાક મેડલની આશા છે. ભારતી એથલીટ શૂટિંગ, બેડમિંટન, હોકી, તીરંદાજી અને ટેબલ ટેનિસને રમતા જોવા મળશે.  આવામાં આ રમતોનો પુરો અપડેટ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો. 


- શૂટિંગ: મિશ્ર ટીમ ફાઇનલમાં પહોંચી
ભારતીય શુટિંગ જોડી 10 મીટર મિશ્રિત ટીમ એર પિસ્તોલ ક્વોલિફાઈંગ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડી 580 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. આવી સ્થિતિમાં તે બ્રોન્ઝ મેડલ માટે ફાઇનલમાં રમશે.
 
- રમિતા જિંદાલને નિરાશાનો સામનો કરવો પડ્યો
રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં હારી ગઈ છે. તેનો અંતિમ સ્કોર 145.3 હતો અને તે 7મા સ્થાને રહ્યો હતો.
 
રદ્દ થયો સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેચ 
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો જર્મન જોડી માર્ક લૈમ્સફસ - માર્વિન સીડેલ વિરુદ્ધ ગ્રુપ સ્ટેજ ગેમ રદ્દ કરવામાં આવી છે. કારણ કે માર્ક લૈમ્સફસ ઘાયલ થવાથી ગેમમાંથી હટી ગયા. બીડબલ્યુએફના નિયમો મુજબ, જર્મન જોડીના બધા પરિણામ રદ્દ કરી દેવામાં આવ્યા છે. 
 
 
ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતનો શેડ્યુલ 
- બૈડમિંટન પુરૂષ ડબલ્સ - સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિરુદ્ધ માર્ક લૈમ્સફસ અને માર્વિન સીડેલ 
  ભારતીય સમયમુજબ બપોરે 12 વાગે 
- બેડમિન્ટન વિમેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો વિ નમી માત્સુયામા અને ચિહરુ શિડા   બપોરે 12:50 PM IST
- શૂટિંગ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ લાયકાત: મનુ ભાકર અને સરબજોત સિંહ, રિધમ સાંગવાન અને  અર્જુન સિંહ ચીમા - 12:45 PM IST
- શૂટિંગમાં પુરૂષોની ટ્રેપ લાયકાત: પૃથ્વીરાજ ટોન્ડાઈમન - 1:00 pm IST
-  મહિલા 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલ: રમિતા જિંદાલ - 1:00 pm IST
-  મેન્સ 10 મીટર એર રાઇફલ મેન્સ ફાઇનલ: અર્જુન બાબૌતા - 3:30 pm IST
- મેન્સ પૂલ B મેચ: ભારત વિ અર્જેન્ટીના - સાંજે 4:15 IST
- બેડમિન્ટન મેન્સ સિંગલ્સ (ગ્રુપ મેચ): લક્ષ્ય સેન વિ જુલિયન કેરેજી - સાંજે 5:30 PM IST
- તીરંદાજી મેન્સ ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ: તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ - સાંજે 6:30 PM IST
- મહિલા 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલ: રમિતા જિંદાલ - 1:00 pm IST
-  મેન્સ 10 મીટર એર રાઇફલ મેન્સ ફાઇનલ: અર્જુન બાબૌતા - 3:30 pm IST
- મેન્સ પૂલ B મેચ: ભારત વિ અર્જેન્ટીના - સાંજે 4:15 IST
- બેડમિન્ટન મેન્સ સિંગલ્સ (ગ્રુપ મેચ): લક્ષ્ય સેન વિ જુલિયન કેરેજી - સાંજે 5:30 PM IST
- તીરંદાજી મેન્સ ટીમ ક્વાર્ટર ફાઇનલ્સ: તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ - સાંજે 6:30 PM IST
- મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ (રાઉન્ડ ઓફ 32): શ્રીજા અકુલા વિ જીયાન ઝેંગ - 11:30 PM IST