રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 જુલાઈ 2024 (21:04 IST)

Paris Olympics 2024: ભારતીય મહિલા ટીમ તીરંદાજીમાં ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય, બંધાઈ મેડલની આશા

Indian women archery team
Indian women archery team
પેરિસ ઓલિમ્પિક 2024થી ભારત માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. આજે ભારતની મહિલા અને પુરૂષ બંને ટીમો તીરંદાજીમાં એક્શનમાં છે. તીરંદાજીમાં મહિલા ટીમે ક્વોલિફિકેશન રેન્કિંગ રાઉન્ડમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ સાથે ટીમ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટીમ દક્ષિણ કોરિયા, ચીન અને મેક્સિકો પછી ચોથા સ્થાને છે.

 
રેન્કિંગ રાઉન્ડમાં ભારતીય મહિલા ટીમની ત્રિપુટીએ  શાનદાર પ્રદર્શન કર્યું. દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌરે યોગ્ય નિશાન સાધ્યા. અંકિતાનો વ્યક્તિગત સ્કોર 666, ભજન કૌરનો વ્યક્તિગત સ્કોર 659 અને દીપિકા કુમારીનો વ્યક્તિગત સ્કોર 658 હતો. આ રીતે ભારતનો કુલ સ્કોર 1983 થઈ ગયો છે અને ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાને આવી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો 28 જુલાઈના રોજ ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ સામે થઈ શકે છે. મેડલ પણ એ જ દિવસે નક્કી થશે.

 
ભારતીય મહિલા ટીમની ત્રિપુટીએ રેન્કિંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌરે યોગ્ય નિશાન સાધ્યા. અંકિતાનો વ્યક્તિગત સ્કોર 666, ભજન કૌરનો વ્યક્તિગત સ્કોર 659 અને દીપિકા કુમારીનો વ્યક્તિગત સ્કોર 658 હતો. આ રીતે ભારતનો કુલ સ્કોર 1983 થઈ ગયો છે અને ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાને આવી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો 28 જુલાઈના રોજ ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ સામે થઈ શકે છે. મેડલ પણ એ જ દિવસે નક્કી થશે.