બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: રવિવાર, 28 જુલાઈ 2024 (16:28 IST)

પેરિસ ઑલિમ્પિક 2024: મનુ ભાકરે શૂટિંગમાં મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું

manu bhakar
પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર મનુ ભાકરે કાંસ્યપદક જીતીને ભારતીને પ્રથમ મેડલ અપાવ્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં કાંસ્યપદક જીત્યો છે.
 
શનિવારે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં મનુ ભાકર 580 અંકો સાથે ત્રીજા સ્થાને રહ્યા અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
 
ટોક્યો ઑલિમ્પિક 2020માં મનુ ભાકરે આ ઇવેન્ટમાં 12મા સ્થાને રહ્યાં હતાં.
 
ભાકરે ઇનર 10માં 27 વખત શૉટ લગાવ્યા, જે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા કોઈ શૂટર કરતા વધારે છે.
 
વર્ષ 2021માં મનુ ભાકરે “બીબીસી ઇમર્જિન્ગ પ્લેયર ઑફ ધી યર 2020”નો ઍવૉર્ડ જીત્યો હતો.
 
 
16 વર્ષની ઉંમરમાં બે ગોલ્ડ મેડલ જીત્યા
મનુ હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલા ગોરિયા ગામના રહેવાસી છે. તેમના માતા શાળામાં ભણાવે છે, જ્યારે પિતા મરીન એન્જિનયર છે.
 
વર્ષ 2018માં મેક્સિકોમાં આંતરરાષ્ટ્રીય શૂંટિંગ સ્પોર્ટસ ફેડરેશનમાં ભારત માટે મનુએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
 
મનુએ પ્રથમ ગોલ્ડ 10 મીટર એર રાઇફલ (મહિલા) કેટેગરીમાં જીત્યો અને બીજો ગોલ્ડ 10 મીટર એર પિસ્ટલ (મિક્સ ઇવેન્ટ)માં જીત્યો હતો.
 
એક દિવસમાં શૂટિંગમાં બે ગોલ્ડ જીતીને 16 વર્ષીય મનુએ નવો રેકર્ડ બનાવ્યો હતો. બે ગોલ્ડ જીતનાર તેઓ સૌથી ઓછી ઉંમરના મહિલા ખેલાડી હતા.