1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ધોરાજી: , શનિવાર, 5 માર્ચ 2016 (17:38 IST)

'પાટીદાર યુવાનો જીવ લઈ પણ શકે ખુલ્લી ધમકી

પાસનું નિવેદન
 

 પાસના કન્વીનર લલીત વસોયાએ ધોરાજીમાં એક પાટીદાર યુવકની આત્મહત્યા બાદ વિવાદીત નિવેદન આપ્યું છે. લલીત વસોયાએ કહ્યું કે સરકારે હવે સાનમાં સમજવાની જરૂર છે. પાટીદાર યુવાનો જેમ જીવ દઈ શકે છે તેમ કોઈનો જીવ લઈ પણ શકે છે. આ નિવેદનમાં સરકારને ચીમકી આપતા આંદોલન હિંસક બને તેવું સૂચન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે ધોરાજીમાં 36 વર્ષીય પ્રકાશ શાણીએ આત્મહત્યા કરી હતી. પ્રકાશ શાણીએ લખેલી 5 પાનાની સુસાઈડ નોટમાં લખ્યુ છે કે જ્યાં સુધી સરકાર પાટીદારોને અનામત નહિ આપે ત્યાં સુધી પાટીદારો બલિદાન આપશે. આ આત્મહત્યા બાદ ધોરાજી બંધનું એલાન કરાયુ છે