1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સુરતઃ , ગુરુવાર, 7 એપ્રિલ 2016 (15:40 IST)

સાંસદ પાટીદારો સાથે સમાધાનના પ્રયાસમાં

ગઈ કાલે ભાજપના સંસદસભ્ય અને પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાએ લાલજી પટેલને લઈને હાર્દિકને લાજપોર જેલમાં મળવા જશે, તેવી જાહેરાત ગાંધીનગર ખાતે કરી હતી. જોકે, લાલજી પટેલે રાદડિયા સાથે મુલાકાત કરવાના સાફ ઇનકાર કરી દીધો હતો, અને જ્યાં સુધી સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે, ત્યાં સુધી કોઇ મુલાકાત કે સમાધાનની વાત નહીં થાય. 17 તારીખે જેલભરો આંદોલન યથાવત રહેશે, તેવું જણાવ્યું હતું. ત્યારે રાદડિયા એકલા જ હાર્દિક પટેલને મળવા માટે સુરત પહોંચ્યા હતા અને તેમને લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલ સાથે પોણો કલાક મુલાકાત ચાલી હતી. જેમાં વિઠ્ઠલ રાદડિયાએ આંદોલનના સમાધાનને લઈને 27 મુદ્દાઓની ચર્ચા થઈ હતી, જેમાં હાલ એવું કહેવાઈ રહ્યું છે કે 27 માંથી ત્રણ મુદ્દાને લઈને અસમંજસમાં છે. જેમાં EBC,પાટીદાર આયોગ અને સ્વર્ણ નિગમ ને લઇ પાસ અને સરકાર વચ્ચે ચર્ચાનો સમાવેશ થાય છે. આ સિવાય પાટીદારો ને અનામત માં EBC કે OBC માં સમાવવા તે વિષે અસમંજસ અને પાટીદાર આયોગ અને સ્વર્ણ નિગમ કયા પ્રકારે બનાવું તે વિષે ચર્ચા વિચારણા થઈ હતી.

ગઈ કાલે રાદડિયાએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે આ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીને મળ્યા પછી પત્રકારો સાથે વાત કરતાં વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું કે, સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાનનો તખ્તો તૈયાર છે અને આ અંગે હાર્દિક પટેલને જાણ કરવા માટે પોતે સરદાર પટેલ ગ્રૂપ(એસીપીજી)ના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલ સાથે લાજપોર જેલ જશે. લાજપોર જેલમાં રાદડિયા અને લાલજી પટેલ હાર્દિક સાથે સમાધાની શરતો અંગે ચર્ચા કરશે.