1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (15:33 IST)

હવે 25 લાખ બ્રાહ્મણ અનામત માટે પોતાની સહી આપશે

રાજ્યમાં ચાલી રહેલા અનામત અાંદોલનની અાગ ધ્‍ાીરે ધ્‍ાીરે સમગ્ર સવર્ણ સમાજમાં પ્રસરી ચૂકી છે. અા અાંદોલનમાં બ્રાહ્મણો, ક્ષ્‍ાત્રિય સહિતના તમામ સવર્ણ સમાજના લોકો જોડાઈ ગયા છે. ત્યારે અાગામી તા. 29 અોગસ્ટને રક્ષ્‍ાાબંધ્‍ાનના રોજ બ્રહ્મસેના દ્વારા અનામત અાંદોલનના ભાગરૂપ્‍ો રાજ્યભરમાંથી 25 લાખ બ્રાહ્મણની સહી એકઠી કરીને મુખ્યપ્રધ્‍ાાન, રાજ્યપ્‍ાાલ અને વડાપ્રધ્‍ાાનને અાવેદન પ્‍ાત્ર અાપ્‍ાવાનું નક્કી કરાયું હોવાનું બ્રહ્મસેના સ્થાપ્‍ાક ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું. 

રાજ્યમાં ચાલી રહેલા પ્‍ાાટીદાર સમાજના અનામત અાંદોલનના પ્‍ાગલે ભારે હલચલ મચી ગઈ છે. પ્‍ાાટીદાર સમાજની અનામતની માગણીને અનુલક્ષ્‍ાીને રાજ્યના અન્ય સવર્ણ સમાજ પ્‍ાણ મેદાનમાં અાવી ગયા છે, જેમાં બ્રહ્મસમાજ પ્‍ાણ બાકાત રહ્યો નથી. બ્રહ્મસમાજની એક સંસ્થા બ્રહ્મસેનાની ગઈ કાલે મંગળવારે રાતના અમદાવાદ ખાતે અનામતના મુદ્દે એક બેઠક મળી હતી.અા બેઠકમાં શૈક્ષ્‍ાણ‍િક અને અાર્થિક ધ્‍ાોરણે અનામત અાપ્‍ાવાની માગણી કરવાનું નક્કી કરાયું હતું.

અા બેઠકમાં સૌથી મહત્વની બાબત એ હતી કે અાગામી તા. 29 અોગસ્ટના રોજ રક્ષ્‍ાાબંધ્‍ાનનો તહેવાર છે. અા દિવસે રાજ્યમાં વિવિધ્‍ા ગામો અને શહેરોમાં 25 લાખથી વધ્‍ાુ બ્રાહ્મણો યજ્ઞોપ્‍ાવીત બદલવા માટે એકઠા થાય છે. અાથી અા દિવસે શૈક્ષ્‍ાણ‍િક અને અાર્થિક ધ્‍ાોરણે અનામત અાપ્‍ાવા માટેનું અાવેદન પ્‍ાત્ર તૈયાર કરીને દરેક ગામ અને શહેરોમાં એકઠા થયેલા 25 લાખથી વધ્‍ાુ બ્રાહ્મણની સહી લેવામાં અાવશે.

રાજ્યની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં એડમિશન માટે રૂ. 5 લાખથી 70 લાખ જેવી માતબર રકમના ડોનેશન લેવામાં અાવે છે. જેના વિરોધ્‍ામાં બ્રહ્મસેના દ્વારા અાગામી દિવસોમાં રાજ્યભરમાંથી બ્રહ્મસમાજના 100થી વધ્‍ાુ વિદ્યાર્થી યુવાનોની એક સેના બનાવવામાં અાવશે. અા સેના રાજ્યની ડોનેશન લેતી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો સામે અાંદોલન ચલાવવામાં અાવશે.