1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 26 સપ્ટેમ્બર 2015 (16:18 IST)

હાર્દિક પટેલ હવે કરશે લૉલીપૉપ પ્રોટેસ્ટ

પાટિદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ હવે ગુજરાત સરકારના 1000 કરોડ રૂપિયાવાળી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિરુદ્ધ રાજ્ય સ્તર પર લૉલીપૉપ પ્રોટેસ્ટ કરવાની ધમકી આપી છે. રાજ્ય સરકારે આર્થિક રૂપે નબળા સુવર્ણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી હતી. 
 
પટેલે રાજ્ય સરકારને આ ઘમકી શુક્રવારે આપી જ્યારે કે એક દિવસ પહેલા જ ગુરૂવારે તેમને ગુજરાત હાઈકોર્ટને કહ્યુ હતુ કે તેઓ 29 સપ્ટેમ્બર સુધી પણ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ નહી લે. 
 
સોશિયલ મીડિયા પર આપેલ નિવેદનમાં હાર્દિક પટેલે કહ્યુ કે પાટીદાર અનામત આંદોલન સમિતિ રાજ્ય સરકારની જાહેરાત વિરુદ્ધ દરેક તાલુકા અને ગામમાં વિરોધ પ્રદર્શન કરશે અને પાટીદારોને લૉલીપૉપ અને ચૉકલેટ આપવામાં આવશે.  તેમના આ નિવેદન પછી જ ગુજરાતના અનેક ભાગમાં લૉલીપૉપ પ્રોટેસ્ટ શરૂ થઈ ગયુ. 
 
એક અન્ય વીડિયો સંદેશમાં તેમણે પાટીદાર સમુહને નિવેદન કર્યુ કે 25 અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ મનાવવામાં આવે.