અનામતની આગ - હવે ગુજરાતમાં પટેલ સમાજ ભૂખ હડતાલ પર
અનામતની માંગ કરી રહેલા ગુજરાતના પટેલ સમાજના નેતાઓએ બુધવારે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. સમુદાયની 25 ઓગસ્ટના રોજ સાબરમતી રિવરફ્રંટ પર એક રેલીની મંજુરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપવાની ના પાડી દીધી છે.
પટેલ સમુદાય એક બાજુ સતત અનામતની માંગ કરી રહ્યુ છે જેને કારણે ગુજરાત સરકારે કાબિના મંત્રી નિતિન પટેલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી છે. અન્ય પછાત વર્ગના હેઠળ અનામતની માંગને લઈને દોઢ મહિનાથી ચાલુ રહેલ પાટીદાર પટેલોના અનામત આંદોલનને કારણે સરકાર બૈકફુટ પર છે.
25 ઓગસ્ટના રોજ પટેલ સમુહની એક મોટી રેલી કરવાન હતા પણ તેમને સાબરમતી રિવરફ્રંટ પર આ ક્રાંતિ રેલીની મંજુરી મળી નથી.