બુધવાર, 7 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સૂરત: , બુધવાર, 27 જાન્યુઆરી 2016 (11:51 IST)

હાર્દીકની આજે સુનાવણી

હાર્દીક
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તથા તેમના સાથીદાર કેતન પટેલની જામીન અરજીને લઇને બુધવારે મહત્વનો નિર્ણય આવી શકે છે. હાર્દિક પટેલ અને કેતન પટેલ વિરુદ્ધ લગાવામાં આવેલા રાજદ્રોહના કેસમાં બુધવારે સૂરતની સેશન્સ કૉર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન હાર્દિકને કૉર્ટમાં હાજર કરવામાં આવશે નહીં. રાજદ્રોહના કેસમાં હાર્દિક અને કેતનને જામની આપવા કે નહીં તેને લઇને બુધવારે સુરતની સેશન્સ કૉર્ટમાં સનાવણી હાથ ધરવામાં આવશે.

પાસ કન્વીનર હાર્દિક પટેલે પોતાના પત્રમાં સરકારને સ્પષ્ટ શબ્દોમાં અલટીમેટમાં આપ્યું હતું કે ‘અમારા પાટીદાર ભાઇઓને ખોટી રીતે જેલમાં બંધ રાખ્યા છે એ તમામને 30મી તારીખ સુધી મુક્ત કરવામાં આવે’હાર્દિક જેલમાંથી બહાર આવશે કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. બુધવારના સેશન્સ કૉર્ટના નિર્ણય પર પાટીદાર અનામત આંદોલનના ત્રીજા તબક્કાની રણનીતિ ઘડાશે.