પાટીદાર યુવકના મૃત્યુના ઘેરા પ્રત્યાઘાતો, ટોળાંએ બસ સળગાવી, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
ચોરીના આક્ષેપમાં મહેસાણા પોલીસ દ્વારા એક પટેલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યુવકને પોલીસે આરોપીને ઢોર માર મારતા પોલીસ કસ્ટડીમાં મોત થયાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કેતન પટેલના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ પટેલના સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પટેલના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે બપોરે વિસનગર-ગાંધીનગર હાઈવે પર અજાણ્યા શખ્સોના ટોળાં એસટી બસ સળગાવી હતી. જેને લઈને પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ બસ વિસનગરથી બાપુનગર જઈ રહી હતી. વિસનગરથી બે કિલોમીટર દૂર કડા પાસે ટોળાંએ બસ સળગાવી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. વધુમાં સાબરકાંઠાથી મહેસાણાની બસના રૂટ બંધ કરી દેવાયા છે. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ મહેસાણા બંધ સમર્થનમાં નીકળ્યા છે તેમજ મોટી સંખ્યામાં પાટીદારો એકઠાં થતાં ડીસા હાઇવે પર પોલીસનો કાફલો ગોઠવાયો છે. સાબરકાંઠામાં 20 ખાનગી વાહનો સહિત 2 SRPની ટુકડી તૈનાત કરાઇ છે.