1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (12:29 IST)

પાટીદાર સ્વાભીમાન યાત્રાનો ફિયાસ્કો, યાત્રા નિષ્ફળ જતાં પત્થર મારો કરાયો, પોલીસ દમન

પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે ગઇકાલે વિજાપુરમાં યોજાયેલી પાટીદારોની સ્વાભિમાન યાત્રામાં પાંખી હાજરીને પગલે યાત્રાનો ફિયાસ્કો થઇ ગયો હતો. પોલીસે યાત્રાની મંજૂરી આપી નહોતી તેમ છતાં પાટીદારોએ આ યાત્રા યોજી હતી. જેને પગલે કડક પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો હતો. યાત્રામાં પોલીસની લાઠીમાં કેટલાક પાટીદારો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર વિજાપુરને પોલીસે કોર્ડન કરી લીધું હતું. આજુબાજુના ગામે નાકાબંધી કરી હતી. જેના કારણે પાટીદારોનો આ કાર્યક્રમ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાતા ઉશ્કેરાયેલા પાટીદારોએ પથ્થર મારો કર્યો જેના જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરતાં ત્રણ યુવાનને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયાં હતાં.

આ મામલે પોલીસે 100થી પાટીદાર આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે આખા વિજાપુરને પોલીસે સવારથી જ કોર્ડન કરી લીધુ હતું. સવારે 11 વાગ્યાથી જ એસપી, પ્રાન્ત તેમજ મામલતદાર પણ ભાવસોર પાટીયા પર પહોંચી ગયા હતાં. અલબત્ત, હજારો પાટીદારો ઉમટી પડવાની એમની ભીતિ ભોં-ભીતર થઇ હતી.   રેશ્મા પટેલ, વરુણ પટેલ અને અતુલ પટેલ સહિત 70થી વધુ પાટીદારોની વિજાપુર પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.

પોલીસના લાઠીચાર્જમાં રામપુરા કુવા ઇડાના સતીશ પટેલ, કલમેશ પટેલ અને જીતુભાઇને ઇજા પહોંચી હતી.  સવારે 11 વાગ્યાથી જ એસપી, પ્રાન્ત તેમજ મામલતદાર પણ ભાવસોર પાટીયા પર પહોંચી ગયા હતાં. પોલીસે 70 જેટલા યુવાઓની અટકાયત કરી. જેઓને સતલાસણા, વસાઇ, નંદાસણ, પેથાપુર સહિતના પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. વિજાપુરથી નીકળનારી પાટીદાર પદયાત્રાને લઇ કોઇ અઘટિત ઘટના ઘટે અને એમાં સરકારી મિલકતને નુકશાન ન થાય તેવા આગોતરા આયોજનને લઇને સવારથી જ માણસા એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા મહેસાણા અને વિજાપુર તરફથી જતી બસ સેવાને સ્થગિત કરી દેવામાં આવી હતી.