ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (10:22 IST)

ઉમેશ પટેલની આત્મહત્યા બાબતે ગંભીર પ્રત્યાઘાતો, 1 ઓક્ટોબરે વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન

પાટીદાર સમાજના યુવક ઉમેશ પટેલની આત્મહત્યા પછી ગુજરાતના રાજકોટમાં સનસની ફેલાય ગઈ છે. આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટને કારણે આત્મહત્યાને પાટીદાર અનામત આંદોલન સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. 
 
રાજકોટના ઉમેશ પટેલ નામના યુવકની લાશ પોલીસને વાવડી વિસ્તારમાં એક કારખાનામાંથી મળી છે. શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેનારા ઉમેશે પાઈપ પર લટકીને ખુદને ફાંસી લગાવી. રાજકોટમાં શનિવારે ઉમેશ પટેલે ફાંસો ખાઈને અનામતની માગણી સાથે કરેલી આત્મહત્યા અંગે પાટીદાર સમાજમાં ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ જાહેર કર્યું છે કે, ઉમેશની શહાદત એળે નહીં જવા દેવામાં આવે. રાજકોટમાં તેમની વિશાળ શ્રદ્ધાંજલિ સભા રાખવાની ઘોષણા પણ કરી દેવામાં આવી છે.
 
પાસના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતંુ કે, સરકાર આત્મહત્યાની તપાસ કરવાનું કહી રહી છે પણ તેની આત્મહત્યાની નોંધ ઉમેશે જ લખેલી છે. તે જ મોટો પુરાવો છે. તે સ્પષ્ટ રીતે સૂસાઈડ નોંધ છે અને મરતો માણસ ક્યારેય જૂઠું બોલે નહીં એવું કોર્ટ પણ માને છે. તેની સૂસાઈડ નોંધ પ્રમાણે સરકારે કાર્યવાહી કરવી જોઈએ.
 
ઉમેશે આત્મહત્યા કરી છે તેનું દુઃખ છે. યુવાનો આત્મહત્યા ન કરે તેવી અપીલ છે. તે કોઈ ઉપાય નથી. પરંતુ જે રીતે સરકાર વર્તી રહી છે તે જોતા એવું લાગે છે કે, સરકાર માત્ર પોલીસ ઉપર જ નિર્ભર છે. સમાજના લોકો અને ઉમેશની નોંધ પોતે જ ઘણું બધું કહી જાય છે. ઉમેશને શ્રદ્ધાંજલી આપવા માટે ૧ ઓક્ટોબરે રાજકોટમાં વિશાળ સભા યોજાશે તેમની શહાદત એળે નહીં જવા દઈએ. સરકાર કહે છે કે યોગ્ય તપાસ કરશે, પરંતુ ક્યાં સુધી ગુજરાતના યુવાનોનો ભોગ લેવાશે.
 
તેમણે જણાવ્યું હતંુ કે, આત્મહત્યાનો વ્યાજ સહિત બદલો લઈશું. તેમાં કોઈ પીછેહઠ નહીં કરવામાં આવે.