Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (14:03 IST)
રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે
14 લાખ કર્મચારીઓને ફાયદો થશે
PIB
લોકલક્ષી બજેટ લાલુએ રજૂ કર્યું હતું અને ભાડામાં ઘટાડો કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે વેતન પંચના કારણે 14 લાખ કર્મચારીઓને ફાયદો થયો છે. ભારતીય રેલવેએ છેલ્લા પાંચ વર્ષમાં ઊલ્લેખનિય સફળતા હાંસલ કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે.
વર્ષ 2008-09 માં રેલવેએ 36773 કરોડનું રોકાણ કર્યું હતું. રેલ પ્રોડકિટવિટીને પ્રોત્સાહન આપવા 70,000 કરોડ સરપ્લસનો ઊપયોગ કરશે. ઉંચી કેપિસિટી સાથે નવા વેગન રેલવે રજૂ કરશે. લાલુ યાદવે તેમના ભાષણમાં 43 નવી ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી.
આ ઊપરાંત બૂલેટ ટ્રેનો અંગે જણાવ્યું હતું કે તેઓ જાપાન અને જર્મનીમાં જઇને આવ્યા છે અને ત્યાંની ટ્રેનો અંગે માહિતી મેળવી છે. તેમણે દાવો કર્યો હતો કે રેલવેની આવકમાં 19 ટકાનો વધારો થયો છે. જયારે યાત્રી ભાડાઓથી આવકમાં 14 ટકાનો વધારો થયો છે.