બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. રેલવે બજેટ
Written By વેબ દુનિયા|

લાલુની ચુંટણી એક્સપ્રેસ

પોતાના છઠ્ઠા રેલ્વે બજેટ દરમિયાન રેલ મંત્રી લાલુ યાદવે પોતાનાં મંત્રાલયની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જેમાં કાશ્મીર ઘાટી અને ત્રિપુરાને ભારતીય રેલના નકશામાં સામેલ કરવાને લાલુએ રેલ્વેની પચાસ વર્ષની સૌથી મોટી સિધ્ધિ ગણાવી હતી.

લાલુએ સંસદમાં રેલ્વેનાં વચગાળાનાં રેલ્વે બજેટ રજુ કરતાં જણાવ્યું હતું કે રેલ્વે પાસે 5 વર્ષમાં 90 હજાર કરોડનો નફો થયો છે. તેમજ તેની પાસે રૂ.25 હજાર કરોડ સરપ્લસ છે. આ ઉપરાંત પોતાના 14 લાખ કર્મચારીઓ અને 11 લાખ પેન્શનરોને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવાની વાતને લાલુએ પોતાની સિદ્ધિમાં સામેલ કર્યા હતા.

જેમાં છેલ્લાં પાંચ વર્ષથી રેલ્વે દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંને કારણે રેલ્વે ખોટમાંથી નફામાં આવી ગયું છે. તેટલું જ નહિં રેલ્વેમાં વિવિધ સુવિદ્યાઓ ઉપલબ્ધ કરવવાની વાત પણ કરી હતી.