1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (18:00 IST)

ગુજરાતનું આ શહેરના કોવિડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 36 દર્દીના મોત

Covid 19
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ તાંડવ મચાવી રહ્યો છે તેથી રાજ્યમાં સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 1,12,000ની પાર પહોંચી ગયો છે. રાજકોટથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અહિં એક દિવસમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 36 દર્દીના મોત થતા હાહાકાર મચી ગયો છે. ત્યારે અમદાવાદ અને સુરત બાદ રાજકોટની સ્થિતિ ખુબ જ ભયાનક દેખાઇ રહી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. સરકારી ચોપણે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 6396 પર પહોંચ્યો છે જ્યારે 110 લોકોએ અત્યાર સુધીમાં અહિં પોતાના જીવ ગુમાવ્યા છે.