સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (13:31 IST)

RTE- રાજકોટ જિલ્લાની ૫૨૩ ખાનગી શાળા પાસે આરટીઈ નથી

જિલ્લાની ૫૨૩ ખાનગી શાળાને નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નોટિસ કેમ ફટકારાઈ છે તે અંગે પણ જાત જાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નોટિસ ફટકારી ડીઈઓ આર.એસ. ઉપાધ્યાયે ૧૦ દિવસમાં જવાબ રજૂ કરવાનું જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાની કેટલીક ખાનગી શાળાની માન્યતા પર સવાલ ઊભા થયા છે. જેને લઇને શાળાને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. મોટાભાગની શાળામાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. માત્ર રાજકોટ શહેરની ૪૭૦ શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને રાજકોટ જિલ્લામાં ડીઈઓ દ્વારા ૫૨૩ ખાનગી શાળાને નોટિસ ફટકારી આરટીઈના ૪૦ વધુ નિયમોનું પાલન કરવા આદેશ કર્યો હતો. નોટિસ ફટકારાયેલી શાળાઓએ ક્યાંક માન્યતા માટેના જરૂરી પૂરાવા રજૂ નથી કર્યા તો ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાને લઇને ખાનગી શાળાને નોટિસનો દસ દિવસમાં જવાબ આપવા ડીઈઓએ જણાવ્યું હતું. ઉપલેટાની ૨૩ અને જેતપુરની ૩૦ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ મંડળી રજિસ્ટ્રેશન એક્ટ ૧૮૬૦ હેઠળ અથવા જે તે સમયમાં અમલમાં હોય તેવા કાયદા હેઠળ રજિસ્ટર થયેલ છે કેમ? શાળાનું મકાન ટ્રસ્ટનું છે કે ભાડાનું કે માલિકીનું?, ભાડે હોય તો કેટલા વર્ષનો કરાર?, માલિકીનું હોય તો શિક્ષણકાર્ય માટે જ છે તેનું એનઓસી, એ સિવાય શાળાના બાંધકામના નકશા, મંજૂરી સહિત ફાયર સેફ્ટીના નિયમોનું પ્રમાણપત્ર. આ સિવાય સીસીટીવી, રમતગમતનું મેદાન, શૌચાલયની સુવિધા સહિતની માહિતી આપવાની રહેશે. રાજકોટ જિલ્લાની ખાનગી શાળાઓમાં આરટીઈ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થી દીઠ ૧૦ હજાર એટલે કે કુલ ૨૪ કરોડ ચૂકવવાના થતા હતા. જોકે, તેમાં ૪૦૦માંથી ૧૪ શાળા એવી હતી કે જેઓએ આરટીઈના વિદ્યાર્થીઓના એકાઉન્ટ નંબર ખોટા આપ્યા હતા જેને લઇ ગ્રાન્ટ અટકી હતી. એક માહિતી મુજબ હજુ અડધી ગ્રાન્ટ જ આવી છે.