શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રામનવમી
Written By વેબ દુનિયા|

આદર્શ પુરૂષ શ્રીરામ

IFM
આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે. હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ અને રામ એક એવા અવતાર છે જેનો મહિમા ઘણો છે. કોઈ પણ અવતાર અવતરે ત્યારે તેમના ઉદ્દેશ્ય દુર્ભાવનાઓનો નાશ અને સમાજમાં શ્રધ્ધા અને આસ્થાને જાગૃત કરવી એ જ રહ્યો છે.

ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી એ કોઈ આડંબર નથી, ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે, એક દુ:ખ પછી પણ લોકો સુખના સૂરજના રૂપે ઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રધ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુ:ખોને જીરવાની શક્તિ આપે છે. શ્રીરામનુ જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણમે કોઈને કોઈ સંદેશો આપી જાય છે.

શ્રીરામ બાળપણમાં રમતી વખતે પોતાના નાના ભાઈ ભરતને જીતાડવા પોતે હારી જતા જે એમની મહાનતાના દર્શન કરાવે છે. પોતાના પિતાનુ વચન પાળવા જીવનની તમામ ખુશીઓને ત્યજીને વનમાં નીકળી જવુ તેમના સહયોગનુ ઉદાહરણ છે. માતા કૌશલ્યા અને કૈકેયી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ન રાખવો, અને ભરતને ક્ષણ માટે પણ કશુ વિચાર્યા વગર રાજગાદીએ બેસાડવા તૈયાર થઈ જવુ એ પરિવાર પ્રત્યેની લાગણીનો આદર્શ નમૂનો છે.

વનમાં શબરીના એઠાં બોર ખાવા એ વર્ગ અને જાતિમાં કોઈ પણ ભેદ ન રાખવો શીખવાડે છે. આમ શ્રીરામનુ સમગ્ર જીવન એક આદર્શ જીવન છે જે મનુષ્યને ધણુ શીખવાડે છે. જો રામના જીવનના આદર્શોનુ મનુષ્ય પાલન કરે તો તેનુ કલ્યાણ થઈ જાય.