- ધર્મ
» - તહેવારો
» - રામનવમી
રામનવમીએ શું કરશો
* આ દિવસે આખા આઠ પ્રહરનું વ્રત રાખવું જોઈએ. * દિવસ દરમિયાન ભગવાનનું સ્મરણ, સ્ત્રોત્ર-પાઠ, હવન અને ઉત્સવ કરો. * આ દિવસે રામાયણ પાઠ અવશ્ય કરો. * આ દિવસે કોઈ પવિત્ર જગ્યાએ સ્નાન કરવું જોઈએ. * આ દિવસે આપણે સંકલ્પ લેવો જોઈએ કે રામના ચરિત્રના આદર્શોનું પાલન કરીશું. * પ્રભુ શ્રીરામના ચરિત્ર-શ્રવણાદિ કરતાં જાગરણ કરો.* બીજા દિવસે પારણું કરીને વ્રતનું વિસર્જન કરો. * ગરીબો અને બ્રાહ્મણોને યથાયોગ્ય દાન આપીને ભોજન કરાવો. રામનવમી વ્રતનું ફળ * આ વ્રત નિત્ય, નૈમિતિક અને કામ્ય ત્રણ પ્રકારનું છે. નિત્ય થવાથી આને નિષ્કામ ભાવના રાખીને આજીવન કરવામાં આવે તો તેનું અનંત અને અમિટ ફળ મળે છે. * કોઈ પણ નિમિત અને કામના સાથે આ વ્રત કરવામાં આવે તો તેનું ઈચ્છા મુજબ ફળ મળે છે. * ભક્તિ અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી તેનું મહાન ફળ મળે છે.