રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Modified: શુક્રવાર, 8 એપ્રિલ 2022 (13:22 IST)

રામનવમીમાં રાશિ મુજબ કરો આ જ્યોતિષીય ઉપાય, બદલાય જશે કિસ્મત

jyotish upay
આપણા દેશમાં દરેક વ્રત અને તહેવારો સંપૂર્ણ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે અને તમામ તહેવારોનું પોતાનું જુદુ મહત્વ છે. કોઈપણ તહેવાર અને તેને ઉજવવાની રીત પણ અલગ હોય છે. આવા તહેવારોમાંનો એક છે રામ નવમી. રામ નવમી દર વર્ષે ચૈત્ર મહિનાની નવમી તારીખે ઉજવવામાં આવે છે. આ તહેવાર મુખ્યત્વે ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ અલગ-અલગ રીતે પૂજા કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રામનવમીના દિવસે જો તમે તમારી રાશિ પ્રમાણે ભગવાન શ્રી રામની પૂજા કરશો તે વિશેષ ફળદાયી બની શકે છે. તો આવો જાણીએ કે રામનવમીએ તમારી રાશિ પ્રમાણે તમારે શું કરવું જોઈએ અને કયા ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે.  
 
રામનવમીના દિવસે રાશિ મુજબના જ્યોતિષીય ઉપાયો  
 
મેષ - જો મેષ રાશિના લોકો રામ નવમીના દિવસે ભગવાન રામને લાલ સુગંધિત ફૂલ અર્પણ કરે છે અને  ભગવાન રામને દાડમનું ફળ અર્પણ કરે છે, તો તે તેમના માટે ફળદાયી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો અજમાવવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને બગડેલા કામ પણ બની જશે.  image 4 
 
વૃષભ -  વૃષભ રાશિના લોકો જો રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામને માવાની મીઠાઈ અને કેળા અર્પણ કરે છે, તો તે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. વૃષભ રાશિના લોકો આ દિવસે મુખ્યત્વે શ્રી રામ દરબારની પૂજા કરે છે. આ દિવસે, જ્યોતિષ શાસ્ત્રનો આ ઉપાય તમારા જીવનમાં નવા માર્ગો ખોલવામાં મદદ કરશે    
 
મિથુન - મિથુન રાશિના લોકોએ રામ નવમીના દિવસે વિશેષ રૂપે કાચા દૂધમાં કેસર અને તુલસીના પાન ચઢાવે. આ ઉપાયથી તમને ધન પ્રાપ્તિની સાથે તમામ કાર્યોમાં સફળતા પણ મળશે.   
 
કર્ક રાશિ  - જો કર્ક રાશિના લોકો રામ નવમીના દિવસે રામાષ્ટક (ભગવાન શ્રી રામના 5 મંત્ર)નો પાઠ કરે અને રામજીને લાલ મીઠાઈ અર્પણ કરે તો તેમને આર્થિક લાભ થાય છે. રામનવમીના દિવસે કરવામાં આવેલ આ ખાસ ઉપાય તમને ધન લાભ પણ આપશે. 
 
સિંહ રાશિ  -  સિંહ રાશિના જાતકોએ રામ નવમીના દિવસે  શ્રી રામને તુલસી અર્પણ કરવી જોઈએ અને ભોગની કોઈપણ વસ્તુમાં તુલસીદળ અવશ્ય મુકવુ જોઈએ, ત્યારબાદ જ ભોગ ચઢાવવો જોઈએ. જો સિંહ રાશિના લોકો રામ નવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરે છે, તો તેનાથી તમારા બગડેલા કામ બનવામાં મદદ મળશે 
 
કન્યા રાશિ - રામ નવમીના દિવસે કન્યા રાશિના જાતકોએ ભગવાન શ્રી રામને સુગંધિત પ્રવાહી અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી આ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે. આ દિવસે તમારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે.  
 
તુલા - જો તુલા રાશિના લોકો રામ નવમીના દિવસે ચંદનનું તિલક લગાવશે તો તે તમારા માટે મુખ્યત્વે ફળદાયી રહેશે. આ દિવસે તમારે રામ સ્તુતિનો પાઠ અવશ્ય કરવો. આ ઉપાયોથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને દરેક કામમાં સફળતા મળશે.  
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન લોટની પંજરી બનાવીને અર્પણ કરવી જોઈએ. આ દિવસે તમે શ્રી રામાષ્ટકનો પાઠ કરો, તે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. રામનવમીના દિવસે રામજીને લાલ તિલક લગાવો અને ફળ અને ફૂલ ચઢાવો.  
 
ધનુ - રામ નવમીના દિવસે, ધનુ રાશિના લોકો શ્રી રામ દરબારની પૂજા કરે છે અને તેમને સુગંધિત અત્તર અર્પણ કરે છે. તમારું નસીબ બદલવાની સાથે આ ઉપાયો તમને સફળતા પણ અપાવશે. 
 
મકર - મકર રાશિના લોકોએ આ દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ દિવસે મુખ્યત્વે કાચા દૂધમાં તુલસી નાખીને ભગવાન શ્રી રામને અર્પણ કરો. આ તમામ ઉપાયો તમને તમારા કાર્યમાં સફળતા મેળવવામાં મદદ કરશે.  
 
કુંભ - કુંભ રાશિના લોકોએ રામ નવમીના દિવસે માતા સીતા સહિત ભગવાન શ્રી રામની સ્તુતિ કરવી જોઈએ. આ દિવસે રામ રક્ષા સ્તોત્ર અથવા સુંદરકાંડનો પાઠ કરો. આમ કરવું તમારા માટે વિશેષ ફળદાયી રહેશે.  
 
મીન - મીન રાશિના લોકોએ રામનવમીના દિવસે વિશેષ રૂપે  શ્રી રામની સ્તુતિ કરવી જોઈએ. આ દિવસે અયોધ્યાકાંડ અને બાલકાંડનો પાઠ અવશ્ય કરો. આમ કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે અને આર્થિક લાભ પણ થશે.