બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. રમજાન
Written By

Eid Mubarak - પૈગંબરની 14 વાતો, જેનુ ધ્યાન રાખતા દૂર થઈ શકે છે બધી પરેશાની

ઈદ આ મુસ્લિમ ધર્મનો સૌથી ખાસ તહેવાર છે. કુરાન આ ધર્મનો સૌથી પવિત્ર ગંથ છે.  કુરાન અલ્લાની તરફથી મોહમ્મદ પૈગંબર દ્વારા મનુષ્યો સુધી પહોંચાડવામાં આવ્યો છે.  હજરત મોહમ્મદને અલ્લાહના સંદેશવાહક કે પૈગંબર માનવામાં આવ્યા છે. મુસ્લિમ એક કલમા વારંવાર દોહરાવે છે - લા ઈલાહા ઈલ્લલ્લાહ મુહમ્મદુર્રસૂલુલ્લાહ. તેનો સરળ અર્થ એ છે કે અલ્લાહ એક છે. આ ઉપરાંત કોઈ બીજો પરમાત્મા નથી અને મોહમ્મદ તેના રસૂલ મતલબ પૈગબંર છે. 
 
કવિ શબનમ અલી શબનમ મુજબ જાણો મોહમ્મદ પૈંગબંર દ્વારા બતાવેલ 14 એવી વાતો, જેનુ ધ્યાન રાખવા પર જીવનની અબ્ધી પરેશાનીઓ દૂર થઈ શકે છે... 
 
1. સૌથી સારો માણસ એ છે જેનુ આચરણ સારુ હોય છે. 
2. વડીલોનો આદર કરવો જોઈએ. વિનમ્રતા સાથે વ્યવ્હાર કરવો જોઈએ, આ તમારા મોક્ષનો માર્ગ છે. 
3. તકલીફ આપનારાઓ પ્રત્યે પણ બદલાની ભાવના ન રાખવી જોઈએ. જો તમે બદલો લેવાની તાકત ધરાવો છો ત્યારે પણ બીજાને માફ કરી દેવા જોઈએ. 
4. સ્ત્રી અને સેવકો પર હાથ ઉઠાવવાથી બચવુ જોઈએ. 
5. મજૂરનો પરસેવો સૂકાતા પહેલા તેની મજુરી આપી દેવી જોઈએ. 
6. પાણીનો વ્યય ન કરવો જોઈએ. જો તમે નદી કિનારે હોય તો પણ પાણીને વેડફવું ન જોઈએ. 
7. કોઈ ચકલી, પક્ષી કે જાનવર પર જુલ્મ ન કરવો જોઈએ. 
8. સૌથી બુદ્ધિમન એ વ્યક્તિ હોય છે જે મૃત્યુને અટલ સત્ય માને છે અને ગુનાહોથી બચે છે. 
9. જ્યા રહો ત્યા વફાદાર બનીને રહો. કોઈની સાથે લડાઈ-ઝગડો ન કરો. 
10. બાળકો માટે માતા-પિતાની સૌથી સારી ભેટ સારુ શિક્ષણ છે. 
11. પોતાના ભાઈઓને હંમેશા ખુશ થઈને મળવુ જોઈએ. 
12. અસંતુષ્ટ અને અશાંત મન કામને એ રીતે ખરાબ કરે છે જે રીતે સિરકા મધને ખરાબ કરી નાખે છે. 
13. અમાનતમાં ખયાનત ન કરવી જોઈએ.