શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2017 (15:36 IST)

અમિત શાહના ભોજનના સ્ટંટથી આદિવાસી પ્રજા ગુમરાહ નહીં થાય - Hardik Patel

હાર્દિક પટેલ ગુરૂવારે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવવા પહોંચ્યો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેણે  જણાવ્યું હતું કે, પાટીદાર સમાજથી ભાજપને થયેલ નુકસાનને ભરવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહ આદિવાસીઓના ઘરે ભોજન ડિપ્લોમસી કરી જે પોલીટિક્લ સ્ટન્ટ હોવાનું સૌ કોઈ જાણે છે. સાથે જ ગૌ હત્યાની બંધ કરાવવાની વાત કરતાં ભાજપના રાજમાં બીફમાં દેશ નંબર વન બન્યાનો આક્ષેપ હાર્દિકે કર્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદારો પરેશાન છે. ત્યારે આદિવાસીઓ તરફ ભાજપ ઝુક્યું હોય તેમ ભોજન ડિપ્લોમસી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આદિવાસીઓ તરફ તેમણે આટલાં વર્ષોમાં કેટલું ધ્યાન આપ્યું તે આદિવાસી સમાજ ચોક્કસ જાણે છે. અને આગામી દિવસોમાં પણ આદિવાસી સમાજ શું કરવું તે ખરી રીતે જાણે છે. માટે ભાજપીઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે તેનાથી નક્કર ફાયદો નહીં થાય તેમ હાર્દિકે વધુમાં જણાવ્યું હતું. હાર્દિકે ગૌ હત્યા મુદ્દે ભાજપની નીતિની ટીકા કરતાં જણાવ્યું હતું કે, કથની કરણીમાં ફેર છે. ગૌ હત્યા બંધ થવી જોઈએ તેવા નારા લગાવતી ભાજપની સરકારમાં જ સૌથી વધુ બીફની નિકાસ કરવામાં આવી છે. અને તેના કારણે જ દેશ વિશ્વમાં બીફને લઈને નંબર વન બની ગયો છે. કાયદો બનાવીને ગૌહત્યા રોકવી જોઈએ પણ તેવું કરવામાં આવતું નથી.