ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (16:18 IST)

જયંતિ ભાનુશાળીની હત્યા બાદની રાજકીય ચર્ચાઓ કચ્છમાં અનેક નેતાઓ ફાર્મ હાઉસમાં મીઠી ખારેક ખાવા કેમ જતાં હતાં?

કચ્છના ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા પાછળ સેક્સ કાંડ અને સેક્સ સીડીઓ જવાબદાર છે કચ્છનું નલિયા કાંડ બહાર આવ્યા બાદ ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં પણ વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરીને ગૃહની ઓકે કાર્યવાહી ખોરવાઈ દેવાઈ હતી. વિપક્ષની અવિરત માગણીને પગલે સરકારને નલિયાકાંડ અંગે તપાસ પંચ રચવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.

એ સમયના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાના ફ્લોર પર કહ્યું હતું કે મારી પાસે કેટલાય નેતાઓની સીડી છે કોઈએ જોવી હોય તો ખાનગીમાં આવજો હું તમને બતાવીશ વાઘેલાએ મજાક કરેલી આ વાતમાં તથ્ય લાગી રહ્યું છે ખરેખર તો તેઓએ એ સમયે આડકતરી ધમકી આપી હતી હવે જ્યારે ભાનુશાળી નું ખૂન થઈ ગયું છે ત્યારે સચિવાલયમાં સેક્સ કાંડ અને સેકસી અંગેની વ્યાપક ચર્ચા શરૂ થઇ છે.

કચ્છ ભાજપના બંને નેતાઓ વચ્ચે પણ સેક્સ કાંડને કારણે ને કારણે ઝઘડો થયો હતો. બંને નેતાઓ પાસે કેટલીક સીડી હોવાની પણ ચર્ચા છે સુત્રો જણાવે છે કે કચ્છમાં ભાજપના સિનિયર આગેવાન પોતાના ફાર્મ હાઉસ પર ભાજપના નાના-મોટા નેતાઓને અવાર-નવાર બોલાવતા હતા તેમજ રંગીન પાર્ટીઓ પણ મનાવતા હતા આથી કચ્છની આવી પાર્ટીઓ અંગે રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ હળવી શૈલીમાં એવી મજાક પણ કરતા હોય છે કે તમે કચ્છમાં જઈને મીઠી ખારેક ચાખવા જાઓ છો કે નહીં.

ભાજપના કેટલાય ટોચના નેતાઓએ કચ્છની મીઠી ખારેકની મજા માણી છે. એ બાબત પણ સૌ કોઈ જાણે છે જોકે નલિયા કાંડને પગલે ભાજપના નેતાઓ સાવચેત થઈ ગયા છે. તેમજ કચ્છના ફાર્મ હાઉસમાં જતા પહેલા ખૂબ જ સાવચેતી રાખે છે બીજીબાજુ સૂત્રો જણાવે છે કે નેતાઓના ઝઘડાઓ જો આગળ વધશે તો અમુક નેતાની સીડી બહાર આવવાની પૂરી શક્યતાઓ છે.