શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 જુલાઈ 2018 (12:35 IST)

ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશ: છેલ્લા છ દિવસમાં 20 હજાર લોકો દંડાયા: 25 લાખ વસુલ્યા

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાએ લોકોના નાકે દમ લાવી દીધો હતો. હાઈકોર્ટે આ મુદ્દે કડક વલણ અપનાવતા પોલીસ તંત્ર આવી ગયું હતું અને જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરનારા સામે દંડનાત્મક કાર્યવાહીની વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ખાસ કરીને છેલ્લા છ દિવસમાં ૨૦ હજાર લોકો સામે કેસ કરીને રૃ. ૨૫ લાખથી વધુની રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો. ઊપરાંત શાળા કોલેજો, મોલ, કોમ્પ્લેક્ષ સહિત ૫૦૦ નોટીસ પાઠવવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કોઈપણ વિસ્તાર એવો નહી હોય જ્યાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ન હોય, દિવસેને દિવસે વકરી રહેલી ટ્રાફિક સમસ્યા સામે હપ્તાખાઊ પોલીસ લાચાર બની રહી હતી. પરંતુ હાઈકોર્ટે આ મુદ્દે ફટકાર આપતા પોલીસ તંત્રએ હરકતમાં આવવું પડયું હતું. જેમાં ટ્રાફિક શાખા તથા તમામ સ્થાનિક પોલીસ રોડ પર ઊતરી આવી હતી. પોલીસે વીણી વીણીને વાહનચાલકો સામે ટ્રાફિક નિયમ ભંગ બદલ સ્થળ પર જ મેમો આપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે સ્પેશિયલ ઝુંબેશ ગોઠવીને બીઆરટીએસ રૃટમાંથી પસાર થતા વાહનો તેમજ એસ.ટી, એએમટીએસ, પોલીસ અધિકારીઓ સહિત સરકારી વાહનોને અટકાવીને મેમો આપીને દંડ વસુલ્યો હતો. તે સિવાય છેલ્લા બે દિવસમાં તમામ ચાર રસ્તા પર હેલ્મેટનો ઊપયોગ ન કરનારાઓને રૃ. ૧૦૦ નો દંડ ફટકાર્યો હતો.