ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 જુલાઈ 2018 (13:07 IST)

સોશિયલ મીડિયામાં ધારાસભ્ય રાકેશ શાહનો ફોટો વાયરલ થતાં સામેથી ટ્રાફિક ઉલ્લંઘનનો દંડ ભરવા દોડ્યાં

હાઈકોર્ટેની ટકોર બાદ છેલ્લા થોડા સમયથી ટ્રાફિક અને પાર્કિંગને વ્યવસ્થિત કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજીને નિયમ ભંગ કરનાર પાસેથી દંડ વસૂલ કરી રહી છે. જેમાં આજે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ પણ ઝપટે ચડી ગયા હતા. માણેકબાગ પાસે એક્ટિવા પર હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા હતા ત્યારે કોઈએ ફોટો પાડીને વાયરલ કરી દીધો હતો. જેની જાણ થતાં પોતાની સામે કાર્યવાહી થવાની દહેશતથી આ લોક પ્રતિનિધિ સામેથી પોલીસ પાસે પહોંચીને નિયમ ભંગનો મેમો ફડાવી દંડ ભર્યો હતો.  એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ માણેક બાગ પાસે ર્સિવસ રોડ પર એક્ટિવા લઈને પસાર થતા હતા. તેમણે હેલ્મેટ પહેરી નહોતી. બરાબર આ જ સમયે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ ગોઠવીને વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરી રહી હતી. ધારાસભ્યનો હેલ્મેટ વગરનો ફોટો કોઈએ પાડીને વાયરલ કરી દીધો હતો. જેની ધારાસભ્યને જાણ થતાં તેમને દહેશત પેઠી હતી કે ક્યાંક પોલીસ મારા વિરુધ્ધ પાછળથી કાર્યવાહી કરે નહીં. જેથી તેઓ સામેથી ટ્રાફિક પોલીસ પાસે ગયા હતા અને એવી રજૂઆત કરી હતી કે ટ્રાફિક શાખા દ્વારા ચલાવવામાં આવેલી ટ્રાફિક ઝૂંબેશ દરમિયાન શહેરના એક નાગરિક તરીકે મારાથી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન થયું છે. તેમણે સામેથી મેમો ફડાવતા પોલીસે હેલ્મેટ વગર વાહન ચલાવવાના ગુનાના સમાધાન શુલ્ક પેટે રૃ.૧૦૦નો દંડ કરતા તેમણે ભરી દીધો હતો.