ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 જુલાઈ 2018 (12:59 IST)

અમદાવાદમાં રિક્ષા ચાલકો બેફામ બન્યાંઃ હડતાલના નામે બસના કાચ તોડ્યાં

અમદાવાદ
આજે અમદાવાદના રિક્ષાચાલકો અને લારી-પાથરણાવાળાઓ હડતાળ પર ઉતર્યા છે. રિક્ષા હડતાળને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સરસપુર અને સાણંદમાં રિક્ષામાં તોડફોડ કરી ચાલુ રિક્ષાઓ બંધ કરાવવામાં આવી હતી. ઉપરાંત ચાંદલોડિયા, ગોમતીપુર, અસારવા વગેરે વિસ્તારોમાં AMTS બસના કાચ તોડવામાં આવ્યા હતા.અમદાવાદમાં બે લાખથી વધુ રિક્ષાઓ છે તેની સામે માત્ર 2100 રિક્ષા સ્ટેન્ડ છે. આ રિક્ષા સ્ટેન્ડ વધારવા અને નવી રિક્ષાને પરમિટ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જેને લઈને એસોસિએશન બંધમાં જોડાયું પરંતુ તેમા પણ ભાગલા પડ્યાં છે અને અમુક રિક્ષા એસોસિએશન હડતાળમાં સામેલ નથી થયા.