શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ડિસેમ્બર 2020 (13:26 IST)

શું તમને ગુસ્સો આવે છે, ઉંઘ ઓછી આવે છે, ગુજરાતમાં તમારા જેવા ઘણા લોકો છે: સર્વે

ગુજરાતમાં કોરોના સંક્રમણથી લોકો પીડિત છે, ગુસ્સામાં છે અને ઉદાસ પણ છે. લોકોમાં હવે કામ કરવાનો ઉત્સાહ રહ્યો નથી.ઉદ્યોગોમાં અનિયમિતતા જોવા મળી રહી નથી. લોકો મહામારી ક્યારે ખતમ થશે તેની રાહ જોઇ થાકી ચૂક્યા છે. હવે તો ફેબ્રુઆરીમાં કોરોનાને એક વર્ષ પુરૂ થવા આવી રહ્યું છે પરંતુ તેમછતાં અત્યાર સુધી સારવાર મળી શકી નથી. 
 
દુનિયા આજે જ્યારે રસી માટે તૈયાર છે, લોકોને આશા છે કે 2021ના મધ્ય સુધી નોર્મલ પરિસ્થિતિ થઇ જશે. આમ તો ભૂતકાળના વાયરસ અને રસીને જોતા પણ નવા વાયરસની રસી 1 વર્ષ પછી આવે છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીએ એક સર્વે કર્યો છે. તેમાં જે પરિણામ સામે આવ્યા તે ચોંકાવનારા છે.  
 
અચાનક ઉત્પન્ન થયેલી વિકટ પરિસ્થિતિના લીધે 43.9 ટકા લોકો તણાવમાં આવી ગયા છે. તો બીજી તરફ 5.7 ટકા લોકો હજુ પણ બહાર આવી ચૂક્યા નથી. 41.5 ટકા લોકોએ કોઇપણ પ્રકારના તણાવની અસર થઇ નથી. 
 
43.9 ટકા લોકોએ અપૂરતી ઉંઘની સમસ્યામાં કોઇ પીડા થઇ નથી, પરંતુ 36.9 ટકા લોકો આ સમસ્યાથી પીડિત છે. તો બીજી તરફ 5.5 ટકા લોકોને આ સમ્સ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 36.2 ટકા લોકો આ પરિસ્થિતિના લીધે ચિતિંત હતા. તો બીજી તરફ 7 ટકા આજે આજે પણ ચિતિંત છે. 
 
સૌથી વધુ માનસિક અસરની વાત કરીએ તો વ્યક્તિમાં ગુસ્સો અને ઉદાસીનતાનું પ્રમાણ વધી ગયું છે. ગુસ્સો અને ઉદાસીનતા ક્રમશ: 39.6 ટકા અને 42.9 ટકા જોવા મળી. તો બીજી તર 12.7 ટકા લોકો ગુસ્સો અને 11.4 ટક લોકોમાં ઉદાસીનતા જોવા મળી. 10 ટકા લોકોમાં હજુ પણ કોરોનાનો ડર છે. તો બીજી તરફ 38.1 ટકા લોકો કોવિડ 19ની પરિસ્થિતિમાં ડરેલા જોવા મળે છે. 
 
કોરોનાની પરિસ્થિતિમાં વ્યક્તિગત સમસ્યાના સમાધાન માટે આત્મવિશ્વાસની ક્ષમતા વિશે 41.4 ટકા લોકોએ સકારાત્મકતા દર્શાવી હતી તો બીજી તરફ 15.5 ટકા લોક તેના માટે અસમર્થ હતા. સ્વાસ્થ્ય અને માનસિક અસર વિશે 25.5 ટકા લોકો હજુપણ પીડિત છે તો બીજી તરફ 35 ટકા લોકો પીડિત હતા. 
 
તાજેતરમાં જીટીયૂ સંચાલિત આ એસ એસ વિભાગ દ્વારા હાલને વેટ પરિસ્થિતિના કારણ લોકો પર થયેલા સામાજિક આર્થિક અને સામાજિક અસરને લઇને ડિજિટલ સર્વે કરવામાં આવ્યો હતો. જીટેયૂના આ એનએસએસના સ્વયં સેવકો દ્વારા આખા રાજ્યમાં પાંચ કેટેગરીમાં 2050થી વધુ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. 
 
સર્વેમાં 1405 પુરૂષ અને 645થી વધુ મહિલાઓ સામેલ હતી 16 થી 20 ઉંમરના ગ્રુપમાં સૌથી વધુ 1300 લોકો સામેલ હતા. તો બીજી તરફ 21-30 વર્ષની ઉંમરમાં 561, 31-30 ઉંમર ગ્રુપમાં 140, 41-50 વર્ષ ઉંમરના 39 લોકો અને 51-60 વર્ષ ના 10 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. 
 
એનએસએસ સ્વંયસેવકોએ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી 3 મહિના માટે આખા ગુજરાતના 33 જિલ્લામાં 100 યૂનિટના 350 વિદ્યાર્થીઓએ કોવિડ 19 પરિસ્થિતિના કારણે લોકોમાં જોવા મળી રહેલા તણાવ, અનિંદ્રા, ગુસ્સો અને ઉદાસીનતા વ્યક્તિગત સમસ્યા નિવારણ માટે આત્મવિશ્વાસની ક્ષમતા જેવા વિવિધ મુદ્દાઓને સામેલ કર્યા હતા. હાલની પરિસ્થિતિના કારણે સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર થયેલી અસરનો ડિજિટલ સર્વે કરવામાં આવ્યો હતો.