સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (11:26 IST)

સૌરાષ્ટ્રમાં નથી સ્વીકારાતા 10 રૂપિયાના સિક્કા?

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ,ઉના, કોડીનાર,ગિરગઢડા, તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં જે સરકારી ચલણ છે તેવા રૂપિયા 10 નાં સિક્કા અને રૂપિયા પાંચની નોટ ચાલતી નથી...!  .કોઈપણ જગ્યાએ કોઈ ગ્રાહક ખરીદી કરવા જાય ત્યારે તે ગ્રાહક વેપારીને 10 નાં સિક્કા કે પાંચ રૂપિયાની નોટ વસ્તુની ખરીદીના બદલામાં આપે ત્યારે આ ચલણ કેટલાક વેપારીઓ સ્વીકારવાની ના પાડે છે.સામે પક્ષે કોઈ ગ્રાહક પણ માલ ખરીદ બાદ પરત ચુકવણી રકમમાં 10 નાં સિક્કા કે પાંચ રૂપિયાની નોટ સ્વીકારતો નથી.એક રાશનની દુકાને રાશન ખરીદવા આવેલા ગ્રાહકોને દુકાનદાર તેની વધતી રકમના બદલામાં 10નાં સિક્કા આપે છે ત્યારે ગ્રાહક એ સિક્કા લેવાનો ઈન્કાર કરે છે.જવાબમાં જણાવે છે કે 'આ ચાલતા નથી...!!' બેંકમાં દેવા જાય તો ત્યાં લાઈનમાં ઉભા રહેવું પડે છે.અને ખાસ કરીને નાના વર્ગના લોકોને બેન્ક સાથે કોઈ વિશેષ લેવડ દેવડ હોતી નથી...તેઓએ તે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ ખર્ચ કરવાનો હોય છે.ત્યારે બીજી જગ્યાએ કોઈ 10 ના સિક્કા કે પાંચ રૂપિયાની નોટ સ્વીકારવા માં આવતી નથી.
 
 
ગીર સોમનાથ નાં કોડીનારનાં વેપારીઓનુ કહેવુ છે કે 10 નાં સિક્કા અને પાંચની નોટ અમે તો કોઈપણ ગ્રાહક પાસેથી સ્વીકારીએ છીએ.પરંતુ સમસ્યા એ છે કે ગ્રાહકો સ્વીકારતા નથી.' આ વેપારી પાસે 5 હજાર રૂપિયાના 10 નાં સિક્કા અને 5 હજાર રૂપિયાની પાંચની નોટો પડેલી છે.બેંક સિવાય અન્ય કોઈ તે સ્વીકારતું નથી...અને બેંકમાં ભરવા કે બદલવા જાય તો લાઈનમાં ઉભું રહેવું પડે છે.સમયનો વ્યય થાય છે.આવું જાજુ ચલણ એક સાથે બેંકમાં ભરવા જાઈએ ત્યારે બેન્ક કર્મચારી પણ મો બગાડે છે.રૂપિયા 10 નાં સિક્કા અને પાંચની નોટ સરકારી ચલણ છે.દરેકે સ્વીકારવું જ રહ્યું.આ બંને ચલણ વ્યવહાર માંથી પાછું ખેંચાયું નથી કે ડી મોનિટાઈઝ કરાયું પણ નથી.એક સમય પણ એવો હતો કે પરચુરણની તંગી હતી ત્યારે લોકો ગમે તેવી જર્જરિત પાંચની નોટો પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને પણ ચલાવતા.અને સિકાની જગ્યાએ રેવન્યુ સ્ટેમ્પનો પણ ઉપયોગ કરતા હતા.ત્યારે પ્રશ્ન એ છે કે લોકો અફવાનો ભોગ ન બને અને આ સંદર્ભે બેંકો અને આર.બી.આઈ.પણ જાહેર ખુલાસો કરે તે આવશ્યક છે.