સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (09:26 IST)

પાકિસ્તાનના પૂરના પાણી ભરાતાં કચ્છના મોટા રણમાં 12000 સુરખાબ આવ્યા, વનવિભાગે મોટાંરણમાં ટેકરો બનાવ્યો

કચ્છના મોટા રણમાં ખડીર વિસ્તારમાં પૂર્વ કચ્છ વનવિભાગે પૂરની સ્થિતિને પહોંચી વળવા બે વર્ષ પહેલા મોટાં રણમાં એક મીટર ઊંચો ટેકરો બનાવ્યો હતો. ત્યાં હાલ હજારો ફ્લેમિંગો પક્ષીના કલશોરથી રણ ગુંજી ઉઠ્યું હતું. પાકિસ્તાનના પૂરના પાણી ભરાતાં હાલ રણમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.પૂર્વ કચ્છ વનવિભાગના તત્કાલિન ડીસીએફ હર્ષ ઠક્કરના આગોતરા આયોજનથી વિષમ પરિસ્થિતિમાં પણ સુરખાબ પ્રજનન કરી શકે તે માટે 1 મીટર ઊંચા અને 100 મીટર જેટલા લાંબા બ્રિડિંગ પ્લેટફોર્મ બનાવાયા હતા. જો કે વર્ષ ૨૦૨૧ માં એટલો વરસાદ ન થયો તો વર્ષ ૨૦૨૨માં હાલ પાકિસ્તાનનાં પૂરના પાણી ફરી વળતા આ આયોજન સુરખાબ માટે સ્વર્ગ સાબિત થયું. હાલના પૂર્વ ક્ચ્છ ડીસીએફ ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું કે,અત્યારે ૧૨૦૦૦ સુરખાબનું સફળ પ્રજનન થયું છે.જેમાં નાનો અને મોટા હંજ બન્નેનો સમાવેશ થાય છે.​​​​​​​​​​​વનવિભાગ દ્વારા પ્રયોગ સફળ થયો છે અને હાલ અહી મોટી સંખ્યામા માળા સાથે બચ્ચાઓનો જન્મ થયો છે. મેળાઓની મૌસમ વચ્ચે કચ્છના રણમાં પણ સુરખાબનો મેળો જામ્યો છે. દરવર્ષે લાખો ફ્લેમિંગો અંડાબેટમાં પ્રજનન માટે આવે છે,જે વિસ્તાર પચ્છમ નજીક આવેલો છે.તો ઘણા વર્ષોથી મોટા રણમાં ખડીર વિસ્તારમાં પણ સુરખાબ ધામા નાખી છે,જ્યાં હાલ આ માઉન્ટનો પ્રયોગ સફળ થયો છે.