1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (15:48 IST)

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થતાં શાળાઓમાં મિની વેકેશન

Bhadravi Poonam fair
યાત્રાધામ અંબાજી હવે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ ગયો છે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની ૪૫ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન જાહેર કરાયું છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા હજારોની સંખ્યામાં આવતા સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે.
 
આ સુરક્ષા કર્મીઓને રહેવા માટેની સુવિધાઓ પુરી પાડવા આ શાળાઓનો ઉપયોગ કરાતો હોવાથી આ શાળાઓમાં આજથી રજા પાડી દેવામાં આવી છે. તમામ શાળાઓમાં આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.
 
યાત્રાધામ અંબાજીમાં શરૂ થતા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની ૪૫ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન જાહેર કરાયું છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષા સૌથી પહેલા જરૂરી છે. જે માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ ગોઠવવામા આવે છે. આ સુરક્ષા કર્મીઓને રહેવા માટે શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ કરાતો હોય છે. તેથી ભાદરવી પૂનમનો મેળો જ્યા સુધી ચાલે છે ત્યાં સુધી આ શાળાઓમાં રજા જાહેર કરી દેવાય છે.
 
વિદ્યાર્થીઓ માટે આ એક મિની વેકેશન જેવું બની જાય છે. દાંતા તાલુકામાં મેળાના બંદોબસ્તને લઈ ૪૫ જેટલી શાળાઓનો ઉપયોગ કરાય છે. તમામ શાળાઓમાં ૩ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર સુધી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી શાળાઓને સૂચના અપાઈ છે.
 
તેમજ સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા માટે વહીવટી તંત્રને સોંપી દેવા જણાવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીના પાઠવેલા પત્ર અનુસાર, આ તમામ શાળાઓમાં આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. એટલું જ નહિ, અંબાજીમાં ભરાતા મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો વચ્ચે વાલીઓ પણ પોતાના નાના બાળકોને શાળાએ મોકલતા નથી. જેને લઈને પણ શાળાઓમાં બંધ જેવો જ માહોલ હોય છે.