ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (12:30 IST)

છોટાઉદેપુર અવર જવર માટે ૧૨ રસ્તાઓ બંધ, પાણી ઓસર્યા પછી પણ પસાર થવાની મંજુરી ન મળે ત્યાં સુધી પસાર થવું નહીં

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે માર્ગ અને મકાન(સ્ટેટ) દ્વારા ૧૨ રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. અવર જવર માટે બંધ કરવામાં આવેલા આ રસ્તાઓ પર પાણી ઓસર્યા બાદ પણ જયાં સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પસાર થવા અનુમતિ આપવામાં ન આવે ત્યાં સુધી અવર જવર માટે બંધ કરેલ રસ્તાઓ પરથી પસાર થઇ શકાશે નહીં.
 
છોટાઉદેપુર જીલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ૧૨ રસ્તાઓ અવર જવર માટે બંધ કરવામાં આવ્યા હતા. આ બંધ કરવામાં આવેલા રસ્તાઓની બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવર જવર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓ પરથી પાણી ઓસર્યા બાદ પણ જયાં સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તા પરથી પસાર થવા માટે અનુમતિ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ રસ્તાઓ પરથી અવર જવર નહીં કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.