સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (14:30 IST)

જામનગરના વેપારીના 13 વર્ષના પુત્રનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત

13-year-old son of Jamnagar businessman dies of heart attack in Mumbai
13-year-old son of Jamnagar businessman dies of heart attack in Mumbai
જામનગરના 13 વર્ષના તરૂણનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગરના રહેવાસી અને મુંબઈ અભ્યાસ કરતા ઓમ સચિનભાઈ ગંઢેચા નામના 13 વર્ષીય બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ભારે અરેરાટી મચી છે. 
 
જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમનું મુંબઈમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મોત થયું છે. જેથી પરિવારમાં શોક છવાયો છે.સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. જેથી તેનું મોત થતા આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે. આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર 13 વર્ષની વયના તરૂણનું હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે