મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 31 માર્ચ 2024 (09:46 IST)

લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ 26 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ

Vomiting
Amereli news- અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થતા તમામ લોકોને સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે હાલ સિવિલમાં તમામની સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ત્યારે 26 વ્યક્તિઓ દ્વારા બપોરે કેન્ડી ખાધા બાદ રાત્રિનાં સુમારે અચાનક તબીયત લથડતા દોડધામ થઈ જવા પામી હતી. 
 
હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ
કેન્ડી ખાધા બાદ અચાનક જ 26 વ્યક્તિઓની તબીયત ખરાબ થતા તમામને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ હોવાની માહિતી મળી રહી છે.