ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By મોરબી|
Last Modified: શનિવાર, 30 માર્ચ 2024 (13:50 IST)

મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર દીકરીઓનો મોરચો, કાર્યવાહી કરવા માંગ

Patidar daughters march against Kajal Hindustani
Patidar daughters march against Kajal Hindustani

-  મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની ઉપર ટિપ્પણી કરતી કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ
- મોરબી પાટીદાર સમાજમાં વિરોધ ઉઠ્યો
- કાજલ હિન્દુસ્તાનીની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ 

પાટીદાર સમાજની દીકરીઓ તેમજ મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની ઉપર ટિપ્પણી કરતી કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ થયો હતો.આ મુદ્દે મોરબી પાટીદાર સમાજમાં વિરોધ ઉઠ્યો છે અને કાજલ હિન્દુસ્તાનીની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ વિભાગમાં પણ અગાઉ અરજી આપીને ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે મોરબીના શનાળા રોડ મોરબી પાટીદાર સમાજ દ્વારા ઉપર સ્કૂટર અને બાઈક રેલી યોજવામાં આવી હતી.
Patidar daughters march against Kajal Hindustani
Patidar daughters march against Kajal Hindustani

એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તથા સમાજની દીકરીઓ માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તેમજ પાટીદાર સમાજની દીકરીઓ વિશે એલફેલ બોલનાર કાજલ હિન્દુસ્તાનીની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.