રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2023 (17:44 IST)

2700 કરોડનો GST ચોર સુરતથી પકડાયો:ઇકો સેલે સુફિયાનની ધરપકડ કરી

2700 crore GST thief caught from Surat
2700 crore GST thief caught from Surat
સુરતમાં 2700 કરોડની મસમોટી GST ચોરીનો મુખ્ય સુત્રધાર સુફિયાનની ધરપકડ કરવામાં આવી છે. સુરત ઇકો સેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી છે. અગાઉ 18 આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન 19મો આરોપી છે. તેણે જ GST ચોરીની શરૂઆત કરી હતી. તેણે ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ ગ્રુપ GST ચોરી કરતું હતું. કરોડોની GST ચોરી કઈ જગ્યાએ વાપરી એ અંગે તપાસ ચાલુ છે.

એસીપી વિરજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, સુરતના DCB પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એમાં સુરત ઇકો સેલને એવી માહિતી મળી હતી કે સુરતમાં 8 જેટલી નવી પેઢી ઊભી કરવામાં આવી છે, જેમાં બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે. એના દ્વારા કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન કરીને સરકાર સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને છેતરપિંડી કરવામાં આવી છે. વિરજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આ હકીકતના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એનું ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સંયુક્તપણે છ શહેરમાં છ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે ભાવનગર, અમદાવાદ, મોરબી, સુરત, જૂનાગઢમાં કૉન્સન્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ એકસાથે 14 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ આગળ વધતી ગઈ અને અત્યારસુધીમાં 18 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ જે ટ્રાન્ઝેક્શન છે એ 2700 કરોડ રૂપિયાનાં છે. કુલ 1500 જેટલી કંપની નકલી બનાવ્યાનું સામે આવ્યું હતું. એમાં 1300 જેટલી કંપની ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલી છે.

વિરજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, 250થી વધુ કંપનીઓ ગુજરાત બહાર અલગ અલગ 15 રાજ્યમાં રજિસ્ટર્ડ થયેલી છે, આમ કુલ 1500 કંપની બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેમાં કુલ 2700 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું. આમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી છે. મુખ્ય સુત્રધાર ઉસ્માન જે અગાઉ ભાવનગરથી ઝડપાયો હતો. તે ભાવનગર અને સુરત ખાતેથી GTS ચોરી ઓપરેટ કરતા હતા. બીજો મુખ્ય સુત્રધાર સુફિયાન કાપડિયા જે નાસતો ફરતો હતો તેને કાલે પકડવામાં સુરત ઇકો સેલને સફળતા મળી હતી. વિરજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, સુફિયાન કાપડિયાની વાત કરવામાં આવે તો સુરતમાં જે આઠ બોગસ પેઢી હતી તેની સાથે બીજી 27 બોગસ પેઢી ખોલ્યાનું સામે આવ્યું છે. જેમાં ગણેશ અને ગોપી એન્ટરપ્રાઈઝ પેઢીમાં બિલિંગ કર્યું છે. અમદાવાદના એક્સ કન્સલટન્ટ ધર્મેશ ગાંધી સાથે મળી 900 કરોડના બોગસ બિલિંગ કરવામાં આવ્યાનું ખુલ્યું છે.