મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 માર્ચ 2023 (10:20 IST)

લ્યો બોલો ફૂટપાથ પર અત્તર વેચનાર યુવકને આઇટીની 28 કરોડની નોટિસ

ગુજરાતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના જાહેર માર્ગો પર અત્તર વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા 28 કરોડની નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ જોઇને યુવકના હોશ ઉડી ગયા હતા. તેણે વકીલનો સંપર્ક કરીને તેણે આ પ્રકારના કોઇ ટ્રાંજેક્શન ન કર્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો કોઇ નવાઇ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ક્મ ટેક્સની નોટીસનો શું જવાબ આપવો તે અંતે પણ યુવક અજાણ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આઇટી દ્વારા તપાસ કરવામાં આવશે કે રિટર્ન ભરવામાં આવ્યું છે કે નહી. જો ભરાયું નહી હોય તો વેપારીએ રિટર્ન ભરવું પડશે.  જો સંતોષકારક જવાબ નહીં મળે તો આખો મામલો એસેસમેન્ટમાં જશે અને ત્યાં જે ડિમાન્ડ આવે તે રકમ ભરી દેવી પડશે. દરમિયાન આઇટીએ નોટિસમાં કયા-કયા દેશમાં કયા વર્ષ દરમિયાન કેટલું એક્સપોર્ટ કરાયું તેની પણ વિગતો સામેલ કરી છે, જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીન બતાવવામાં આવ્યું છે.
 
વકીલના જણાવ્યું મુજબ આ કેસમાં મોટો ફ્રોડ થયો હોય શકે છે. જેને નોટિસ મળી છે એ નાનું કામ કરીને માંડ ગુજરાન ચલાવે છે. એના ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો હશે. કોણે-કોણે ડોક્યુમેન્ટ લીધા અને બાદમાં શું થયું એ બધી વિગતો મળ્યા બાદ કાર્યવાહી કરીશું.