ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 26 માર્ચ 2023 (10:02 IST)

વર્તમાન રાજ્ય સરકારને ૧૦૦ દિવસ પૂરા જેના સંદર્ભે આપેલ કામગીરીનો લક્ષાંક સિદ્ધિ માટે સૂચના

cm bhupendra
વર્તમાન રાજ્ય સરકારને ૨૬ માર્ચે સરકારને પુરા થશે ૧૦૦ દિવસ: અવરોધ દૂર કરી બ્યુટીફી કેશન સાથે કામરેજ બસ સ્ટોપ નું આધુનિકરણ કરાશે
 
જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિનીની મળેલી બેઠકમાં વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નોના રજુ થયા હતા. પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે તાકીદ કરવામાં આવી હતી જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની ઉપસ્થિતિ યોજાયેલ આ બેઠકમાં સુડા હેઠળ આવતા પલસાણા કામરેજ ચોર્યાસી તાલુકાના તલાટી મંત્રીઓની બેઠક મળે ત્યારે સુડાના અધિકારીઓ હાજર રહે અને ગ્રામ્ય સ્તરેથી બાંધકામ વગેરેની આપવામાં આવતી મંજૂરી માટે વિગતવાર માર્ગદર્શન આપે જેથી ગ્રામ્ય સ્તરે થીજ પ્રશ્નોનું નિરાકરણઆવી જાય તેવી સૂચના કલેકટરએ આપી હતી. 
 
પાંચ કરોડ અથવા તેથી વધારેના વિકાસ અને યોજનાકીય કામોનો કલેકટરશ્રી કચેરીએ પહોંચાડવી તેમજ કામરેજ વિસ્તારના ચાર રસ્તા, કામરેજ સર્કલને આકર્ષક અને બહુઉપયોગી બને તેમજ બસસ્ટોપનું આધુનિકરણ, બ્યુટીફિકેશન કરવા માટે અવરોધો દૂર કરવા સબંધિત કચેરીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠક નેશનલ હાઇ-વે, રેલ્વેના લગતા પ્રશ્નો,ઉર્જા,વીજપ્રવાહ,માર્ગ મકાન વિભાગ,જમીનને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ હતી અને નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. 
 
જિલ્લા કલેકટરએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પોલ્યુશન કંટ્રોલબોર્ડ, રેલ્વે વિભાગ, સુરત મહાનગરપાલિકા, બારડોલી નગરપાલિકા, સીટી સર્વે, માર્ગ મકાન વિભાગ પંચાયત, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિભાગના અધિકારીઓને પ્રશ્નના તુરંત નિરાકરણ માટેની સુચનાઓ આપી હતી. ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ ભાઈ પાનશેરિયા દ્વારા પોતાના મત વિસ્તાર ના જન સમૂહ લગતા તેમજ વિકાસ ના અગાઉથી લેખીત માં આપેલ પ્રશ્નો ને લઈ વિવિધ સરકારી વિભાગો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને નિવારણ માટે માર્ગદર્શન કરવામાં આવ્યું હતુ. 
 
વર્તમાન રાજ્ય સરકારને આગામી ૨૬ માર્ચે ૧૦૦ દિવસ પૂરા થાય છે જેના સંદર્ભે તમામ સરકારી કચેરી ને આપેલ લક્ષાંક સિદ્ધિ નો રિપોર્ટ આપવા પણ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલે નેશનલ હાઇવેના નેશનલ હાઇવે પર સર્વિસ રોડ, બારડોલી નગરપાલિકા અને બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના પ્રજાલક્ષી પ્રશ્નો રજુ કર્યાં હતા સત્વરે નિરાકરણ કલેકટરએ સુચના આપી હતી.