મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 ડિસેમ્બર 2018 (11:09 IST)

દક્ષિણ ગુજરાતમાં 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

સુરતમાં એક જ દિવસમાં બે વાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા છે. જેને લઇ ભયના માર્યા લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઇ હતી. જે 10 સેકન્ડ સુધી ચાલ્યો હતો. ત્યારે સુરતથી 20 કિલોમીટર દુર ભૂંકપનું કેન્દ્ર બિંદૂ નોંધાયું છે.

મળતી માહીતી મુજબ સુરતમાં શુક્રવારે રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ ભૂંકપનો આંચકો અનુભાવાયો હતો. જેની તીવ્રતા 3.5 નોંધાઇ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂંકપના આચકાનો અનુભવ થયો હતો. તેમાં પણ ખાસ કરીને આ આંતકા દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં આવ્યા હોવાનું જાણાવ મળી રહ્યું છે. જેના કારણે દરિયા કિનારા પાસે ઉંચી ઇમારતોમાં રહેતા લોકોને આંચકાનો અનુભવ થતા તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી