શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (11:39 IST)

ધનાઢય પરિવારના નબીરાઓ બર્થડે પાર્ટી માટે કરી ચોરી

Rajkot- રાજકોટ શહેરથી એક જ સપ્તાહમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન બે જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ધનાઢ્ય માતા-પિતાના બાળકો ચોરી ના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. એક બનાવમાં નબીરાઓ ફાર્મ હાઉસમાં નહી પણ બંધ કારખાનામાં 1 યુવતી સાથે 15 નબીરાઓ દારૂ પાર્ટી કરવાનો મામલો પણ સામે આવ્યો છે.  સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. I-20 અને સ્કોર્પિયોમાં કુલ 150 કિલો લોખંડની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું
 
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ જેટલા ચોંકાવનારા અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાંજ યુનિવર્સિટી પોલીસ દ્વારા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા બે જેટલા વિદ્યાર્થીઓની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. તેમજ બે દિવસ પૂર્વે ઇન્ટરનેટના માધ્યમથી સમલૈંગિક સંબંધ બાંધવા બાબતે બ્લેક મેઇલિંગ કરી રહેલા ચાર જેટલા શખ્સોને ધરપકડ કરી હતી. ત્યારે રાજકોટની એસએનકે તેમજ ધોળકિયા જેવી નામાંકિત સ્કૂલોમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે.
 
પૈસાના કારણે ચોરી કરવાનો પ્લાન ત્રણ જેટલા મિત્રો એ બનાવ્યો હતો. જે માટે સ્કોર્પિયો તેમજ i20 કાર ભાડે કરવામાં આવી હતી. મોંઘા રિસોર્ટમાં બર્થ ડે પાર્ટી ઉજજવા માટે આ વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે 
 
મિત્રો એ જુદી જુદી બાંધકામ સાઇટ રેકી પણ કરી હતી. ત્યારે 27 તારીખ ના રોજ રાત્રિના પોણા ત્રણ વાગ્યે ત્રણેય વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે બાંધકામ સાઇટ પર પહોંચ્યા હતા. નવી બનતી સાઇટમાંથી 150 કિલો લોખંડની રિંગની તેઓ ચોરી કરે છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા બાંધકામ સાઇટ ના માલિકે પોલીસને જાણ કરી હતી.
 
રાજકોટના મેટોડાના બંધ કારખાનામાંથી એક યુવતી સહિત કુલ 15 નબીરાઓને દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા છે. આ મહેફિલમાં કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. અમદાવાદ ATSની ડ્રગ્સ તપાસમાં રાજકોટમાં રેવ પાર્ટીની વિગતો મળી આવી હતી. આ મહેફિલમાં રાજકોટ અને ભાવનગરના નબીરાઓ ઝડપાયા છે. પોલીસે 19 ફોન, 2 કાર સહિત 6.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફાર્મ હાઉસોમાં રેડ પડવાના કારણે બંધ કારખાનાનો પાર્ટી માટે ઉપયોગ કરાયો.