1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 18 નવેમ્બર 2021 (13:09 IST)

Viral Video - પ્લેનમાં દારૂ લઈ જતા રોકી તો મહિલાઓએ એયરપોર્ટ પર જ શરૂ કરી દીધી દારૂ પાર્ટી

તાજેતરમા જ એક વીડિયો સામે આવ્યો જેમા ચેક ઈનના સમયે દારૂ લઈ જતા રોક્યા પછી મહિલાઓના એક સમૂહે હવાઈ મથક પર મુસાફરોને વોડકા શૉટ આપીને ઈંટરનેટ પર તહલકો મચાવી દીધો છે. ઘટનાનો એક વીડિયો ટિકટોક પર યુઝર @latinnbella દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેણે કહ્યુ હતુ કે તે ફ્લોરિડામાં મિયામી જઈ રહ્યા હતા. મહિલાઓને હવાઈ મથકની સુરક્ષા દ્વારા 100 મિલીલીટરથી વધુ લિકર લઈ જવા પર રોકવામાં આવી. જેના પર  મહિલાએ વીડિયો શેયર કર્યો, તેણે કહ્યુ, તેમણે અમને ચેક ઈનના માધ્યમથી અમારી બોટલો ન લેવા દીધી. તેથી અમે લાઈનમાં ઉભેલા બધાને વોડકા શૉટ આપી દીધા 
 
મુસાફરો પરસ્પર જ વહેચવા લાગ્યા દારૂ 
 
એક મહિલાને માલિબૂ અનાનાસ રમનુ એક ઘૂંટ લેતા જોઈ શકાય છે. જે પોતાનુ માસ્ક નીચે ઉતારે છે અને તેનો એક શૉટ લે છે. ત્યારબાદ બીજી મહિલાને આપે છે. બીજી મહિલા સર્ક વોડકાની એક બોટલ ખતમ કરવામાં પણ મદદ કરી રહી છે. આ સાથે જ આ વીડિયોમાં એયરપોર્ટ સિક્યોરિટી સ્ટાફ, હસતા દેખાય રહ્યા છે કારણ કે મુસાફરો પરસ્પર દારૂ વહેંચી રહ્યા હતા[email protected] એ બીજો વીડિયો શેયર કર્યો જેમા દેખાય રહ્યુ છે કે તેઓ સેફલી મિયામી ઉતરી ગયા છે. 

 
 
લોકોએ સોશિયલ મીડિયા પર કરી કમેંટ 
 
વીડિયો અપલોડ થયા પછી કોમેંત સેક્શનમાં કેટલાક પ્રકારના રિકેક્શન આવ્યા. કેટલાક લોકો ખૂબ પ્રભાવિત થયા અને ખુશ તો બીજી બાજુ કેટલાક લોકો આ પ્રકારના વ્યવ્હારથી ખૂબ નિરાશ થયા. એક વ્યક્તિએ કમેંટ કરી કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ એરપોર્ટ પર આ પ્રકારના વ્યવ્હારને અનુમતિ આપી રહ્યા છે અને હુ તેનાથી પણ વધુ નિરાશ છુ કે હુ ત્યા નથી.  કેટલાક લોકોએ નિરાશા બતાવી અને કહ્યુ કે હકીકત એ છે કે એક જ બોટલથી પીવા માટે લોકો પોતાનો માસ્ક કાઢી રહ્યા છે. મને લાગે છે કે આલ્કોહલ બધુ સૈનિટાઈઝ કરી નાખે છે.