રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 જાન્યુઆરી 2020 (13:32 IST)

સુરતમાં પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમીએ 12 કલાક બંધક બનાવી ચાર વખત દુષ્કર્મ આચર્યુ!

સુરતના લીંબાયત વિસ્તાર માં પ્રેમી સાથે પ્રેમિકાનો ઝઘડો થતાં પ્રેમીએ પ્રેમિકાને બંધક બનાવી 12 કલાક ગોંધી રાખી ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ જઘન્ય કૃત્ય બાદ પણ નરાધમ અટક્યો નહોતા અને મહિલાને ચપ્પુ મારી મકાનમાં પૂરીને જતો રહ્યો હતો. જોકે મકાનમાંથી અવાજ આવતા સ્થાનિકોએ પોલીસને જાણકરી આપી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ મહિલાને છોડાવી સારવાર માટે હૉસ્પિટલ ખસેડી હતી અને મહિલાની ફરિયાદ ના આધારે આરોપીને પકડી પાડવાં ચક્રો ગતિમાન કારિયા હતા.

આ જઘન્ય બનાવની વિગત એવી છે કે સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ એક મકાનમાં બહારથી તાળું મારેલ હોવા છતાંય મકાનમાંથી કોઈ અવાજ આવતા સ્થાનિક લોકો એકત્ર થઈને પોલીસને જાણકારી આપી હતી. જેથી પોલીસ બનાવ વાળી જગ્યા કમરુનગર ખાતે પહોંચી હતી. ત્યાં આવેલા એક મકાનમાં ઘરની બહાર તાળુ મારેલું હોવા છતાં અંદરથી ખખડાવવાનો અવાજ આવતો હતો જેથી સ્થાનિક લોકોની મદદથી પોલીસ તાળું તોડી ઘરમાં પ્રવેશી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે એક મહિલા દુપટ્ટા વડે હાથ-પગ અને મોઢુ બંધાયેલી હાલતમાં મળતા તેને તાત્કાલિક  સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે મહિલા ના માથાના ભાગે ચપ્પુ મારેલાની ઇજા પણ હતી પોલીસે આ મામલે તપાસ અને મહિલાની પૂછપરછ કરતા મહિલા સાત વર્ષ પહેલાં છુટાછેડા થયા હતા અને સંતાનમાં ચાર છોકરા છે. છેલ્લા એક વર્ષથી મોહમ્મદ શોએબ નામના ઇસમ સાથે મહિલાને સંબંધ હતા. ગુરૂવારે રાત્રે શારીરિક સબંધ બાંધ્યા બાદ બોલાચાલી થતા પ્રેમીએ પ્રેમિકાને માથાના ભાગે ચપ્પુ મારી મહિલાના દુપટ્ટા વડે હાથ પગ બાંધી મોઢામાં ડુચો મારી દીધો હતો. આરોપી આટલેથી ન અટકતા દુપટ્ટો બાંધેલી હાલતમાં ચાર વખત દુષ્કર્મ કર્યુ હતું. સવારે પાંચ વાગ્યે આરોપી ઘરને તાળુ મારીને ફરાર થઈ ગયો હતો. સવારે મહિલાએ દરવાજો ખખડાવ્યો પણ કોઈ મદદ નહી મળતા સુઈ ગઈ હતી. જોકે ત્યારબાદ બપોરના સમયે ફરીથી દરવાજો ખખડાવતા લોકોએ દરવાજો ખોલીયો હતો અને સામે પોલીસ જોઈને જીવમાં જીવ આવીયો હતો જોકે પોલીસે મહિલાની ફરિયાદ ના આધારે આરોપી પ્રેમી મોહમ્મદ શોએબ ઉર્ફે ગુંડે મોહમ્મદ અજીજ સીદ્દીકી  વિરુદ્ધ  માર માર્યો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.