બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (09:22 IST)

ન્યૂ ઇયર બન્યું 'આલ્કોહોલિક', અ'વાદમાંથી 350 તો વલસાડમાંથી 600 ડ્રીન્કરો ઝડપાયા

ગુજરાત સહિત દેશભરમાં ગતરોજ ન્યૂ ઇયર સેલિબ્રેશ અને પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાધન ડીજે તાલે ઝૂમ્યું હતું ત્યારે હવે ધીમે-ધીમે વેસ્ટર્ન કલ્ચરથી આકર્ષિત થઇ યુવક-યુવતિઓ દારૂની પાર્ટીઓ યોજીને ડીજેને તાલે ઝૂમતા થયા છે. ત્યારે ગત રોજ રાત્રે અમદાવાદમાંથી નશામાં ધૂત બનેલા 350 લોકો ઝડપાયા હતા જ્યારે વલસાડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસ સ્ટેશન દારુડીયાઓથી ખચોખચ ભરેલું જોવા મળ્યું હતું. વલસાડ પોલીસે એક રાત્રે 600 જેટલા પીધેલાઓને ઝડપી પાડ્યા છે.
 
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળી કુલ 350 જેટલા દારૂડીયાઓને પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે, જેમાં ત્રણ મહિલાઓને સમાવેશ થાય છે. દારૂ પીધેલા વાહનચાલકોને રોકી પોલીસે બ્રેથએનેલાઈઝરની મદદથી તપાસ કરીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગતવર્ષે અંદાજીત 200 જેટલા લોકો દારુની હાલતમાં ઝડપાયા હતા ત્યારે આ વર્ષમાં દારુડીયાઓને પકડવાનો આંકડો વધુ જોવા મળ્યો છે.
 
 
તો બીજી તરફ વલસાડમાં એક જ રાતમાં 600 600થી વધુ પીધેલાઓને પોલીસે ઝડપી લીધા હતા. આ લોકોને નવા વર્ષની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. અને પોલીસે પકડતાં બધો નશો દૂર થઈ ગયો હતો.
 
દમણ અને સેલવાસથી દારૂ પીને આવતાં અને જિલ્લામાં દારૂ પીને ફરતાં દારૂડિયાઓ પર વલસાડ પોલીસે લાલઆંખ કરી હતી. ગુજરાતમાં પ્રવેશતા તમામ ચેક પોસ્ટ અને નાકાઓ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. આ 600 લોકો સામે વલસાડ, પારડી, ઉમરગામ, વાપી, કપરાડા, ધરમપુર, ડુંગરા જેવાં પોલીસમથકોમાં કેસ નોંધાયા હતા.
 
દીવમાં બે મિત્રોના મોત
ગતરોજ દિવમાં 3 મિત્રો ઉનાથી નવા વર્ષની ઉજવણી કરવા માટે આવ્યા હતા જેમાં બે યુવાનોએ વધારે નશો કરી લેતા ભાન ભૂલ્યા હતા, અને ત્રણેય યુવાનો નશાની હાલતમાં ચક્રતીર્થ બીચ પર બાઇક સાથે ફરી રહ્યા હતા ત્યારે બંધ પડેલા જેસીબી સાથે અથડાતા બે યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને યુવાનોના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા છે. આ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે