શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 જાન્યુઆરી 2020 (16:17 IST)

નવા વર્ષમાં ગુજરાત પોલીસના યુનિફોર્મમાં બદલાવ જોવા મળશે

ખાખી વર્દીમાં જોવા મળતી ગુજરાત પોલીસનો નવા વર્ષમાં યુનિફોર્મનો ક્લેવર જ બદલાઇ જશે. વર્ષે ૨૦૨૦માં ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તથા બોમ્બ ડિસ્પોેઝલ સ્ક્વોર્ડ  સફારીના બદલે   અલગ રંગના યુનિફોર્મમાં  જોવા મળળશે. આજે ગાંધીનગરatમાં  ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગણવેશ કમિટીની બેઠકમાં પોલીસ કર્મચારીઓના યુનિફોર્મની પેટર્ન બદલવા નક્કી કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વર્ષોથી પોલીસનો ખાખી વર્દીનો યુનિફોર્મ ચાલતો આવ્યો છે, પોલીસ કર્મચારીઓના  યુનિફોર્મમાં સુધારો વધારો અંગે આજે ગાંધીનગર ખાતે પોલીસ મહાઅધિક્ષક અને પોલીસ અધિકારીકારીઓની અધ્યક્ષતામાં આજે સવારે ગણવેશ કમિટીની બેઠક મળી હતી. જેમાં લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હે.કો. સંવર્ગના પુરુષ તથા મહિલા પોલીસ કર્મચારીઓના જી.પી. શોલ્ડર બેજને અનુરૂપ બેલ્ટના બકલની ડિઝાઇન માં જૂની સાંકળ વાળા બકલના બદલે બકલ વાળો બેલ્ટની ડિઝાઇન બદલાઇ  જશે. જેની ચોક્કસ સાઇઝ અને કલર પણ નક્કી કરવામાં આવશે.
પોલીસ કર્મચારીઓના  ગણવેશ ઉપર તેમનો બકલ  નંબર અને યુનિટનુ નામ દૂરથી સ્પષ્ટ વાંચી શકાય તેવી પ્લેટ રાખવામાં આવશે. બાંય ઉપર લોગો સાથે એમ.ટી, વાઇયરલેસ, શેવરોન વિગેરે લગાડવાનો ક્રમ નક્કી કરવા ચર્ચા થઇ હતી. આ ઉપરાંત ટ્રાફીક પોલીસ કર્મચારીઓને ગરમીમાં રાહત મળે તે માટે તેવી બેરેટ કેપીના બદલે બેઝ બોલ ટાઇપની બ્લ્યુ કેપ અને તેના ઉપરનો લોગો પણ નક્કી કરવામાં આવશે.
શહેર અને જિલ્લાની ક્યુઆરટી ટીમો માટે ફેમોફ્લેઝ ડાંગરીનો ગણવેશ નકકી કરવા માટે વિચારણા કરવામાં આવી હતી તેમજ બીડીડીએસ ટીમના કર્મચારીઓ હાલમાં સફારી પહેરી રહ્યા છે, તેમના યુનિફોર્મની પેટર્ન પણ નક્કી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી તથા ગુજરાત પોલીસના નવા લોગોને યુનિફોર્મ ઉપર લગાડેવા માટે યુનિફોર્મ આર્ટીકલ તરીકે દાખલ કરવા તેમજ તેનો સ્કેલ અને મુદત  નક્કી કરવા પણ ચર્ચા વિચારણા થઇ હતી