શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 ડિસેમ્બર 2019 (11:58 IST)

કડકડાતી ઠંડમાં અયોધ્યામાં રામલલાએ પણ પહેર્યા ગર્મ કપડા, હીટરની પણ થઈ વ્યવસ્થા

ઉત્તર ભારતમાં આ દિવસો ઠંડી સીતમ મચાવી રહી છે. આખા ભારતમાં રેકાર્ડતોડ ઠંડથી માણસ જ નહી ભગવાન પણ પરેશાન છે. મંદિરોમાં હવે ભગવાનને ઠંડથી બચાવવા માટે ગર્મ કપડા પહેરાઈ રહ્યા છે. અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ફેસલા પછી હવે ભગવાન રામલલાને ગર્મ કપડા પહેરાવ્યા છે. કડકડાતી ઠંડમાં હવે રામ જનમભૂમિ મંદિરમાં વિરાજમાન રામલલા હવે ઉની કપડા પહેરશે. ત્યારબાદ હવે આખા અઠવાડિયામાં જુદા-જુદા સાત દિવસ માટે જુદી -જુદી સાત રંગની ડ્રેસ કરાવાઈ છે. 
રામલલાને સોમવારના દિવસે સફેદ મંગળવારના દિવસે લા બુધવારના દિવસે લીલા ગુરૂવારે પીળા શુક્રવારને ક્રીમ શનિવારને બ્લૂ અને રવિવારને ગુલાબી રંગના કપડા પહેરવાશે. રામલલા મંદિરના પુજારી આચાર્ય સત્યેદ્ર દાસએ જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટથી રામમંદિરના પક્ષમાં ફેસલા આવ્યા પછી વ્યવસ્થામાં આ પ્રથમ મોટું ફેરફાર કરાવ્યું છે.