શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (16:11 IST)

કોલેજ બહારથી યુવતિનું અપહરણ, સામે આવ્યો ઘટનાનો વીડિયો

ગુજરાતના અરવલ્લી જિલ્લાની એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં મોડાસા શહેરમાં એક યુવતિના અપહરણની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે મંગળવારે 31 ડિસેમ્બરના રોજ સવારે સાત વાગે એક સફેદ કલરની ગાડીમાં આવેલા કેટલાક લોકોએ યુવતિનું અપહરણ કરી લીધું છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 
 
મંગળવારે સવારે સાત વાગે મોડાસા શહેરમાં કોલેજ રોડ પર સફેદ કલરની ગાડી આવીને ઉભી રહી. ગાડીમાંથી કેટલાક યુવકો બહાર નિકળ્યા અને રસ્તા પરથી પોતાની બહેનપણી સાથે ઉભેલી યુવતિને બળજબરીપૂર્વક ગાડીને બેસાડીને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર યુવતિ માલપુર તાલુકાની રહેવાસી છે અને તે કોર્મસનો અભ્યાસ કરે છે. 
 
યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના વખતે યુવતિની બહેનપણી પણ સાથે હતી. તેને બૂમો સાંભળીને આસપાસમાં લોકોની ભીડ જમા થઇ ગઇ. ભીડમાંથી કેટલાક લોકોએ ગાડીનો પીછો કર્યો પરંતુ અપહરણકર્તા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હાલ અપહરણકર્તાઓ અને યુવતિની ભાળ મળી નથી.