ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (16:37 IST)

ગુજરાતમાં ગરમી ભુકા કાઢી રહી છેઃ રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર

sun heat
હવામાન વિભાગ દ્વારા દરરોજ રાજ્યભરના તાપમાનને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન મહત્તમ તાપમાન રહેવાની સાથે સામાન્ય કરતાં ચાર ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ આગામી ત્રણ દિવસ લોકો ગરમ પવનનો માર સહન કરવો પડશે. પવનની ગતિ પણ સામાન્ય રહેવાની શક્યતાઓ છે. જ્યારે રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને હીટવેવની અસર થતા સારવાર આપવામાં આવી છે.વધતી જતી ગરમી અને તાપમાંથી નાગરિકોને બચાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર પણ સજાગ બન્યું છે.

છેલ્લા 48 કલાકમાં હીટવેવના કારણે રાજકોટ જિલ્લામાં 44 લોકોને 108 મારફત સારવાર આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ એલર્ટ ઉપર મોકલવામાં આવી છે અને જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને સજ્જ કરી દેવાની સુચન કર્યું છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે, હાલમાં રાજસ્થાન આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. આથી આગામી કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી જેટલુ ઘટ્યું છે. પરંતુ ચોથા અને પાંચમા દિવસે ફરીથી બે ડિગ્રી જેટલુ તાપમાન વધતા ફરી એકવાર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરવો પડશે.