1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , બુધવાર, 17 જાન્યુઆરી 2024 (17:19 IST)

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાતથી અયોધ્યા જશે 5 કરોડ દીવડા

31 people including MLA Jignesh Mevani acquitted in the crime of stopping the Rajdhani Express train
- ગુજરાતના કુંભાર પરિવારને મળ્યો છે પાંચ કરોડ દિવડાનો ઓર્ડર
- કુંભાર પરિવારોને રૂપિયા 1 કરોડથી વધુનો આર્થિક ફાયદો

 
આખરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવી ગઈ છે. હવે ગણતરીના દિવસોમાં જ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજશે. ત્યારે અમદાવાદ રામ મંદિરના આ મહા મહોત્સવનું સહભાગી થયું છે. અજયબાણ, પ્રસાદી, વિશાળ નગારૂ, ધ્વજદંડ અને હવે દિવડાં પણ અમદાવાદથી અયોધ્યા જશે.
5 crore lamps will go to Ayodhya from Gujarat
5 crore lamps will go to Ayodhya from Gujarat

ગુજરાતના કુંભાર પરિવારને મળ્યો છે પાંચ કરોડ દિવડાનો ઓર્ડર.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના કુંભાર પરિવારો માટે વેપાર લઈને આવ્યો છે. દિવાળીમાં થતી દિવડાની ખરીદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં શરુ થઈ છે. દીવડાના સુરત, મુંબઇ, અમદાવાદ સિટીમાં સૌથી વધુ ઓર્ડર આવ્યાં છે. કોડિયા સાથે માટીની ડીશનો પણ ઓડર મળ્યો છે. રંગોળી અને આરતી કરવા માટે માટીની ડિશનો ઓર્ડર મળ્યો છે. સાથે માટીના રામ દરબારના પણ અનેક ઓર્ડર મળ્યા છે.  રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતના કુંભાર પરિવારોને અંદાજે પાંચ કરોડ દિવડાનો મળ્યો ઓર્ડર મળ્યો છે. કુંભાર પરિવારોને રૂપિયા 1 કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશે. કુંભાર પરિવારો 22 જાન્યુઆરીના વર્ષની બીજી દિવાળી મનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ૨૨ જાન્યુઆરીએ રામ જ્યોત પ્રજ્વલિત કરવા અપીલ કરી હતી. મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં ૨૨ જાન્યુઆરીએ દીપ પ્રજ્વલિત કરી દીવાળી ઉજવવાના આયોજનો છે.