રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ઑગસ્ટ 2020 (11:20 IST)

હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડી શકે છે ભારે વરસાદ?

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે ત્યારે રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભાર વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
 
16 ઓગસ્ટ ના બનાસકાંઠા, પાટણ,મહેસાણા, મોરબી,દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. 17 ઓગસ્ટના ફરી વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ,બનાસકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, દ્વારકા,સુરત,નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.
 
18 ઓગસ્ટના કચ્છ,મોરબી,સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,ડાંગ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે. 19 ઓગસ્ટના કચ્છ,મોરબી,દ્વારકા,જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.અન્ય જિલ્લામાં પણ વરસાદ રહશે.જોકે આગામી 5 દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં રાજ્યમાં 182 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના મુંદ્રામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે માંડવીમાં સાડા પાંચ ઈંચ અને તાપીમાં વાલોડમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે.
 
આ ઉપરાંત આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 64 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં તાપીના દોલવણમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ડાંગના વઘઈમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાંસદામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.