શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 17 ઑગસ્ટ 2020 (09:33 IST)

તમે કેબ ડ્રાઇવર, દુકાનદાર, મોલ મેનેજર છો તો માસ્ક પર દંડનો આ નવો નિયમ જાણો લો!

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતાનો વિષય છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા યુદ્ધના સ્તરે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પહેલા માસ્ક અથવા સોશિયલ ડિસ્ટન્સ નહી રાખનાર અને રસ્તા પર થૂંકતા લોકો પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવામાં આવતો હતો. ત્યારબાદ દંડની રકમમાં વધારો કરી 500 રૂપિયા કરવામાં આવ્યો હવે હાઇકોર્તના આદેશ બાદ સરકારે રસ્તા પર થૂંકવા અને માસ્ક નહી પહેરનાર લોકો પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરી રહી છે. બીજી તરફ કોવિડની ગાઇડલાઇનનું પાલન ન કરનાર શોપિંગ મોલ, જનરલ સ્ટોર અને ઔધોફિક એકમોને વહિવટી તંત્ર દ્વારા સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. 
 
લોકડાઉનમાં એક જગ્યાએથી બીજી જગ્યા પર લોકોની અવર-જવર વધુ નહી હોવાના કારણે કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં હતું પરંતુ રાજ્ય સરકારે અનલોકોની જાહેરાત કરી ત્યારબાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને લઇને સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે જો ઓટો ટેક્સી, કેબ, ખાનગી અથવા સરકારી વાહનમાં મુસાફરી કરનાર કોઇપણ વ્યક્તિ માસ્ક વિના જોવા મળશે તો ચાલક અને મુસાફર બંને પાસેથી વહિવટીતંત્ર દંડ વસૂલ કરશે. 
 
આ ઉપરાંત મોલ, જનરલ સ્ટોર અને દુકાનોમાં પણ મોલના મેનેજર અથવા તો જનરલ સ્ટોર્સના સંચાલક અથવા માલિક પણ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે આ સંબંધમાં કાર્યવાહી કરવી પડશે. દુકાન અથવા મોલમાં આવનાર તમામ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે તેની સાવાધાની રાખવી પડશે. મોટાભાગના મોલમાં સેન્ટ્રલ એસી હોય છે. જેના કારણે મોલના કર્મચારી, દુકાનદાર અને મોલમાઅં આવનાર ગ્રાહકોને ફરિયાત માસ્ક પહેરવું પડશે. જો ગ્રાહક માસ્ક પહેર્યા વિના મોલમાં પ્રવેશ કરે છે તો મોલના મેનેજર દુકાનના સંચાલક અથવા માલિક પાસેથી દંડની વસૂલી કરવામાં આવશે અને તે વ્યક્તિ માસ્ક નહી પહેર્યું હોય તો તેની પાસેથી પણ દંડની વસૂલી કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે કે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે વહિવટીતંત્ર પણ કડક વલણ અપવાની રહ્યું છે પરંતુ કેટલાક લોકો હજુ પણ કોરોનાની ગંભીરતાને સમજ્યા વિના માસ્ક વિના શહેરમાં ફરે છે. કેટલાક લોકો એકવાર દંડ ભરવા છતાં બીજીવાર ન પહેરવાની ભૂલ કરી રહ્યા છે, જેથી વહિવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે